તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દાહોદ પાલિકાએ બીજા દિવસે પણ દબાણ હટાવ્યાં

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
વીજ તંત્રને અવારનવાર આ સંદર્ભે ધ્યાન દોર્યા બાદ પણ કોઈ પ્રતિસાદ નહીં મળતા કાર્યવાહી. - Divya Bhaskar
વીજ તંત્રને અવારનવાર આ સંદર્ભે ધ્યાન દોર્યા બાદ પણ કોઈ પ્રતિસાદ નહીં મળતા કાર્યવાહી.
 • 8 મીટર જેટલી બહાર સુધી દબાણ કરતી એમજીવીસીએલની દીવાલ તોડી પડાઈ
 • ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને ખાનગી મિલનું દબાણ પણ દૂર કરાશે

દાહોદ અનાજ માર્કેટથી પડાવ તરફની ટ્રાફિકની સમસ્યા હલ કરવા દાહોદ એમ.જી.વી.સી.એલ.ની 8 મીટર દીવાલનું આ માર્ગે પ્રવર્તતું દબાણ પાલિકા તંત્ર દ્વારા તોડી દેવાયું છે.દાહોદમાં વીજતંત્રને દબાણ હટાવવા કોર્ટનું શરણું લેવા‌ સાથે વારંવાર સૂચન આપવામાં આવ્યા છતાં પણ વીજતંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન કરાતા દાહોદ પાલિકા તંત્ર દ્વારા તારીખ 6 એપ્રિલ 2021ના રોજ સતત બીજા દિવસે પણ એમ.જી.વી.સી.એલ.ની આડખીલીરૂપ બહારની દીવાલનું દબાણ બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું.

મૂળે 16 મીટરનો આ રસ્તો દબાણોને લઈને પાલિકાની માપણી દરમ્યાન 8 મીટર દબાણ અને 8 મીટર ખુલ્લો હોવાનું ધ્યાને આવતા પાલિકા દ્વારા વીજ તંત્રને અવારનવાર આ સંદર્ભે ધ્યાન દોર્યા બાદ પણ કોઈ પ્રતિસાદ નહીં મળતા આખરે પાલિકા તંત્રે બુલડોઝર મંગાવી અત્રે સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત આકાર પામતા ઓવરબ્રિજ માટે પોતાના માપ પ્રમાણેની જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ આ માર્ગે પ્રવર્તતું દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને અત્રે આવેલ એક ખાનગી મીલનું દબાણ પણ આ કાર્યવાહી અંતર્ગત દૂર કરવામાં આવશે તેવી માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો