દાહોદ જિલ્લા ભાજપ અને ઝાબુઆ જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે તારીખ 4 માર્ચના રોજ આંતર રાજ્ય સસ્કૃતિ દર્શન અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં દાહોદ જિલ્લાના ભાજપાના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં મધ્ય પ્રદેશના વિવિધ સ્થાનોની મુલાકાત લઈ અંતે રાણાપુરમાં ભગોરિયા મેળાની ભરપૂર મજા માણી હતી.
પદ્મશ્રી મહાનુભાવોને સન્માનિત કરાયા
દાહોદ જિલ્લા ભાજપાના પ્રમુખ શંકરભાઇ આમલીયારના નેતૃત્વમાં તારીખ 4 માર્ચ શનિવારના રોજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો મધ્ય પ્રદેશના ઝાબુઆના પ્રવાસે પહોંચ્યા હતા.જેમાં યુવા અને મહિલા કાર્યકરો પણ નોંધપાત્ર સંખ્યામાં જોડાયા હતા.આંતર રાજ્ય સંસ્કૃતિ અભિયાનનુ આયોજન દાહોદ જિલ્લા ભાજપા અને ઝાબુઆ(મ.પ્ર) જિલ્લા ભાજપે સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતુ..ઓમપ્રકાશ શર્માજી સંચાલિત શારદા વિદ્યા મંદિર ઝાબુઆમા ભગોરિયા પર્વ અને તેના મેળા વિશે શિક્ષણ તજજ્ઞ કે.કે .ત્રિવેદી ભગોરિયા મેળાનો ઈતિહાસ સમજાવ્યો હતો.દાહોદ ભાજપાના અગ્રણીઓ દ્વારા પદ્મશ્રી શાંતિ પરમાર અને રમેશ પરમારનું સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ શિવગંગા પરિસર, ધરમપુરીમાં ચાલતી કામગીરીને નિહાળી પદ્મ મહેશ શર્માજીની સાથે મુલાકાત કરી તેઑનું પણ સન્માન કરવામા આવ્યુ હતુ.
નેતાઓ, કાર્યકરો ખેલૈયા બન્યા
છેલ્લે દાહોદ ભાજપના નેતાઓ કાર્યકરો રાણાપુર ભગોરિયા મેળામાં પહોંચ્યા હતા.જ્યાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે ઢોલ વગાડયા,મહામંત્રી નરેન્દ્ર સોનીએ થાળી પર હાથ અજમાવ્યો જ્યારે જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયરને ખાંધે બેસાડીને કાર્યકરો મેળામાં ઝૂમ્યા હતા. મહામંત્રી સ્નેહલ ધરિયા,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સરતનભાઈ,શહેર પ્રમુખ પ્રશાંત દેસાઇ, દાહોદ ગ્રામ્યના પ્રમુખ મુકેશ ખચચર,દાહોદ પાલિકા પ્રમુખ રીના પંચાલ,પક્ષના નેતા રાજેશ સહેતાઈ,નગર સેવકો,જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.