તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod Mines And Minerals Department Was Asleep And Panchmahal Mines And Minerals Department Struck At Devgarh Baria, Property Worth Rs 3 Crore Seized

ખનન ચોરીનો પર્દાફાશ:દાહોદ ખાણ ખનીજ વિભાગ ઉંઘતો રહ્યો ને પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દેવગઢ બારીયામા ત્રાટક્યો, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે ખનન કરતા ખનીજ માફિયાઓમા ફફડાટ

દેવગઢ બારીયા તાલુકાના ઉચવાણ ગામે ગેરકાયદે રેતી ખનન કરતા પંચમહાલ ના ખાણ ખનીજ વિભાગ ના દરોડામાં 1 હિટાચી મશીન. 11ડમ્ફર. તેમજ 3 ટ્રેક્ટરો મળી કુળ રૂપિયા 30.500.000 નો મુદ્દા માલ ઝડપાતા સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો વઘુ મુદ્દામાલના કારણે સ્થાનિક પોલીસને બોલાવી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકામાં પાનમ તેમજ ઉજ્જળ નદીમાં જુનાબારીયા ચેનપૂર. રાતડીયા. રામા. બૈણા. જેવા ગામોમાં કેટલીક ગણતરીની રેતીની લીઝો આવેલી છે. તે સિવાય આજ ગામોમાં તેમજ અન્ય ગામોમાં જેવા કે ઉચવાણ, જુના બારિયા, ભડભા રાતડીયા, ચેનપુર, રામા, સહિત દુધિયા, બૈણા, ગામમાં બે રોક ટોક મોટા પાયે સફેદ રેતીનો કાળો વેપલો ધમધમી રહ્યો છે, ત્યારે આ દેવગઢ બારીયા તાલુકામાં ઉજળ તેમજ પાનમ નદીના પટમાં કેટલાક લીઝ હોલ્ડરો ખાનગી સર્વે નંબરો તેમજ લીઝ હદ વિસ્તારની બહારથી મોટા પાયે રીતે ખનન કરી રહ્યા છે. તેની સાથે સાથે જ્યાં લીઝ આવેલ નથી તેવા તેવા વિસ્તારમાં કોઇ પણ જાતની પાસ પરમીટ કે ખનીજ વિભાગની મંજૂરી વગર ગેરકાયદેસર મોટાપાયે રેતીખનન થઈ રહ્યું છે.

જે બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ અનેકવાર રજુઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં આજદિન સુધી ગ્રામજનોની વહારે કોઈ સ્થાનિક તંત્ર આવ્યું ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજરોજ દેવગઢ બારિયા તાલુકાના ઉચવાણ ગામે ખાનગી બાતમીને લઇ ગાંધીનગરના ફ્લાઈંગ સ્કોર્ડની સુચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા એકાએક રેડ કરી દેતા પાનમ નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા રેતી માફિયાઓ માં ફફડાટ ફેલાઈ ગયો છે.

અનેક વાહનચાલકો પોતાના વાહનો લઇને નાસભાગ મચી ઞઈ હતી. જ્યારે કેટલાક વાહનચાલકો પોતાના વાહનો મૂકી નાસી છૂટયા હતા જેમાં વઘારે વાહનો ઝડપાતા પંચમહાલ ખાણ ખનીજ વિભાગ ને સ્થાનિક પોલીસની પણ મદદ લેવી પડી હતી. તાત્કાલિક સ્થાનિક પોલીસને બોલાવી બંદોબસ્ત ગોઠવ્યો હતો જેમાં કેટલાક વાહનો ના ચાલકો પોતાનું વાહન મૂકી સ્થળ ઉપરથી નાસી જતા ખાણ ખનીજ વિભાગને મોડી રાત સુધી વાહનો નદીમાંથી બહાર લાવવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં એક હિટાચી મશીન ત્રણ ટેકટર 11 ટ્રક મળી કુલ રૂપિયા ત્રણ કરોડ પાંચ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હિટાચી મશીન મોડી રાત સુધી નદીમાંથી બહાર ન લવાતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...