ધરપકડ:અમદાવાદ ગ્રામ્યમાં ઘરફોડ ચોરીમાં ફરાર આરોપી દાહોદ LCBએ ઝડપ્યો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આંબલી ખજુરીયાના આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો

દાહોદ એલ.સી.બી.એ અમદાવાદ ગ્રામ્યમાં ઘરફોડ ચોરી કરી નાસતા ફરતાં આંબલી ખજુરીયાના આરોપીને બાતમી આધારે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને અમદાવાદના વિવેકાનંદનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.દાહોદ એસ.પી. હિતેશ જોયસરે જીલ્લામા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે અને લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરીની ગેંગોના તેમજ દારૂના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ડ્રાઇવનુ આયોજન કર્યુ હતું. જે ડ્રાઇવની કામગીરી માટે એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહને જરૂરી સુચના અને માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. એમ.એમ.માળી સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે એકશન પ્લાન બનાવી કાર્યરત હતા. ત્યારે એલ.સી.બી. સ્ટાફની ટીમ જેસાવાડા વિસ્તારમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારુ ડ્રાઇવમા કાર્યરત હતી.

તે દરમિયાન અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગરમાં 2020 ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી આંબલી ખજુરીયાનો ધર્મેશ અગન ભાભોર તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. આયોજન બધ્ધ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને કાર્યવાહી કરવા માટે અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...