ખાતર માફિયાનો ખેલ:દાહોદ એલસીબીએ ગેરકાયદેસર દેવગઢ બારીઆથી ઝાલોદ લઈ જવાતો રૂ. 1.65 લાખનો ખાતરનો જથ્થો ઝડપી પાડયો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 550 થેલી યુરીયા ખાતર ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલકની અટકાયત કરી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆથી ઝાલોદ તરફ ગેરકાયદેસર લઈ જવાતો ખાતરનો જથ્થો દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે 550 થેલી યુરીયા ખાતર ભરેલી ટ્રક ઝડપી પાડી ચાલકની અટકાયત કરી હતી.

જિલ્લામાં ઘણા એવા પરિવારો છે જે માત્ર ખેતીકામ ઉપર જ નિર્ભર છે અને ખેતીકામમાંજ રોજીરોટી કમાઈ જીવન ગુજારે છે. ત્યારે આવા સમયે કેટલાક શખ્સો ખાતરની કાળા બજારી કરી ગરીબ ખેડૂતોની મજબુરીનો લાભ લઈ ઉંચા ભાવે યુરીયા ખાતરનું વેચાણ કરતાં હોય છે. ભુતકાળમાં પણ ખાતરની કાળા બજારીઓ સામે ઘણા લોકો તંત્ર સમક્ષ રજુઆત પણ કરી ચૂક્યા છે. ત્યારે આજે મંગળવારના રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆથી ઝાલોદ તરફથી ગેરકાયદે રીતે યુરીયા ખાતર ભરેલ ટ્રક પસાર થતી હોવાની દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી સ્થળ પર ઉભી હતી.

તે સમયે ત્યાંથી એક ટ્રક પસાર થતાં પોલીસે તેને ઉભી રખાવી હતી અને જરૂરી તપાસ અને પુછપરછ હાથ ધરતાં પોલીસને ચાલક પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે ટ્રકમાં તલાશી લેતાં તેમાંથી ગેરકાયદેસર યુરીયા ખાતરનો રૂ. 1.65 લાખની કિંમતનો 550 થેલી જથ્થો કબજે કર્યો હતો. આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર યુરીયા ખાતરનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યો હશે અને કોણે મંગાવ્યો હશે? તે તમામ દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...