અપહરણ:દાહોદ- ઝાલોદમાં લગ્નના ઇરાદે તરુણીઓના અપહરણ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચરાહે નિકાલ ન આવતાં બંને ઘટનામાં ફરિયાદ

દાહોદ તાલુકાના નાની ખરજ ગામના નીશાળ ફળિયામાં રહેતો વિપુલભાઇ બાબુભાઇ ભુરિયા નજીકના ગામમાં રહેતી એક 16 વર્ષ 11 માસની ઉમર ધરાવતી કિશોરીનું 26 નવેમ્બર 2022ની બપોરના 12.30 વાગ્યાના અરસામાં લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો. આ મામલે સામાજિક રીતે નિકાલનો પ્રયત્ન હાથ ધરાયો હતો, પરંતુ તેમાં પણ સફળતા મળી ન હતી. ત્યારે અંતે કિશોરીના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે વિપુલ સામે ફરિયાદ નોંધાવી છે.

તેવી જ રીતે ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામનો નરેશ રાજસિંગ નિનામા 29 સપ્ટેમ્બર 2022ની બપોરના 2 વાગ્યાના અરસામાં લીમડી ગામના બજારમાંથી તાલુકાના એક ગામની 15 વર્ષ 9 માસ અને 3 દિવસની ઉમર ધરાવતી કિશોરીનું અપહરણ કરી ગયો હતો. શોધખોળમાં પત્તો નહીં મળ્યા બાદ નરેશના પરિવારનો સંપર્ક કરાયો હતો.

કિશોરીને લઇ જનાર નરેશ સબંધે તેનો બનેવી લાગતો હોઇ પરિવાર દ્વારા સમાજરાહે તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઇ જ નિકાલ આવ્યો ન હતો. જેથી કિશોરીના પિતાએ અંતે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...