મતદારોની સંખ્યા વધી:દાહોદ : 8 તાલુકાઓમાં પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધી ગઇ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાહોદમાં 72 ચૂંટણી અધિકારી, 72 મદદનીશ, 6555 પોલિંગ સ્ટાફ
  • 3,59,679 પુરુષ, 3,38,381 મહિલાઓ દાહોદના મતદારો

દાહોદ જિલ્લામાં રવીવારના રોજ 327 ગ્રામ પંચાયતની ચુંટણી માટે યોજાનાર મતદાનમાં 809563 મતદારો પોતાના નેતાઓને ચુંટશે. વહિવટી તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ શનિવારના રોજ જ પૂર્ણ કરી લેવામાં આવી હતી. રવીવારના રોજ સવારના સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થશે.

જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે. આ વખતે બેલેટ પેપરથી મતદાન હોવાથી સ્વાભાવિક વિલંબને કારણે ચુંટણી પંચ દ્વારા મતદાનનો સમય 11 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લામાં 324 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 3 પંચાયતોની પેટા ચુંટણી યોજાશે. શનિવારના રોજ જિલ્લાના તમામ તાલુકામાં નિયત સ્થળોથી ચુંટણી સામગ્રી લઇને કર્મચારીઓ રવાના થયા હતાં. શનિવારની રાત ઉમેદવારો માટે કતલની રાત હોવાનું કહેવાઇ રહ્યું છે.

ઝાલોદ સિવાય તમામ તાલુકામાં મહિલા વધુ
9 તાલુકામાં ઝાલોદને બાદ કરતાં 8 તાલુકામાં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ જોવા મળી રહી છે. દાહોદ તાલુકામાં 189368 મતદારોમાં 94885 મહિલા છે. ગરબાડા તાલુકામાં 72059 મતદારોમાંથી 36179, ફતેપુરામાં 83597 મતદારોમાંથી 41871 મહિલા, સંજેલીમાં 38089માંથી 19152 મહિલા, લીમખેડામાં 79870 મતદારમાંથી 40356 મહિલા, ધાનપુર તાલુકામાં 89027 મતદારોમાંથી 44572 મહિલા, સીંગવડ તાલુકામાં 55117 મતદારોમાંથી 27743 મહિલા અને દે.બારિયા તાલુકામાંથી 96478 મતદારોમાંથી 48674 મહિલા મતદારો છે.

6699 કર્મચારી ચૂંટણીની ફરજમાં રોકાશે
6699 કર્મી ચુંટણીની ફરજમાં જોતરાશે. તેમાં 72 ચુંટણી અધિકારી,72 મદદનીશ ચુંટણી અધિકારી અને 6555 પોલિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...