ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ જિલલાનું 87.36 ટકા પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે દાહોદ જિલ્લામાંથી એ - 1 ગ્રેડમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી જ શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ જોવા મળ્યાં હતાં અને પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.
બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરિક્ષા લેવાઈ હતી
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે શિક્ષણ વિભાગ પર પણ ખાસ્સી એવી અસર જોવા મળી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણનો સહારો લઈ અભ્યાસ કરી રહ્યાં હતાં અને શિક્ષણ વિભાગ દ્વારા કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રમોશન આપી પાસ કરવામાં આવતાં હતાં. ત્યારે બે વર્ષ બાદ સ્થિતિ કાબુમાં આવતાં આ વર્ષે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરિક્ષામાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું.
1475 વિદ્યાર્થીઓ નાપાસ થયાં
દાહોદ જિલ્લામાં વહેલી સવારથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓનો ઘસારો શાળાઓમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ઓનલાઈન પરિણામ જોવા માટે પણ ઓનલાઈન દુકાનો પર ભીડ જોવા મળી હતી. દાહોદ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું 87.36 ટકા પરિણામ જાહેર થયું હતું. દાહોદ જિલ્લામાં આ વર્ષે 10,587 વિદ્યાર્થીઓ નોંધાંયા હતાં. જેમાંથી 10,430 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી માત્ર દાહોદ જિલ્લામાંથી 5 વિદ્યાર્થીઓનો એ - 1 ગ્રેડમાં સમાવશ થયો હતો. એ - 2 ગ્રેડમાં 272, બી - 1 ગ્રેડમાં 1417, બી - 2 ગ્રેડમાં 2870, સી - 1 ગ્રેડમાં 2970, સી - 2 ગ્રેડમાં 1481, ડી ગ્રેડમાં 94 અને ઈ- 1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે જ્યારે 1475 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં.
જાણો જિલ્લામાં ક્યા કેન્દ્રમાં કેટલા ટકા પરિણામ આવ્યું
દાહોદ જિલ્લાના કેન્દ્ર પ્રમાણે પરિણામની વાત કરીએ તો, દાહોદ કેન્દ્રનું 82.77 ટકા પરિણામ જાહેર થયું હતું. દાહોદ કેન્દ્રમાં કુલ 1007 વિદ્યાર્થીઓ નોંધાંયા હતાં. જેમાંથી 1004 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. લીમખેડા કેન્દ્રનું 88.69 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં 911 વિદ્યાર્થીઓ પૈકી 893 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગરબાડા કેન્દ્રનું 93.54 ટકા પરિણામમાં 813 પૈકી 805 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કતવારાનું 95.24 ટકા પરિણામમાં 341 પૈકી 336 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેસાવાડા કેન્દ્રનું 96.23 ટકા પરિણામમાં 347 વિદ્યાર્થીઓ પૈકી 345 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉકરડી કેન્દ્રનું 96.23 ટકા પરિણામમાં 486 વિદ્યાર્થીઓ પૈકી 484 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાછરડા હિમાલા કેન્દ્રનું 92.02 ટકા પરિણામમાં 364 વિદ્યાર્થીઓ પૈકી 351 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
અભલોડ કેન્દ્રનું 96.96 ટકા પરિણામમાં 560 વિદ્યાર્થીઓ પૈકી 559 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. દાસા કેન્દ્રનું 90.54 ટકા પરિણામમાં 616 વિદ્યાર્થીઓ પૈકી 613 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પીપેરો કેન્દ્રનું 66.80 ટકા પરિણામમાં 247 પૈકી 244 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પીપલોદ કેન્દ્રનું 81.47 ટકા પરિણામમાં 524 વિદ્યાર્થીઓ પૈકી 518 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઝાલોદ કેન્દ્રનું 92.87 ટકા પરિણામમાં 851 પૈકી 575 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
લીમડી કેન્દ્રનું 86.45ટકા પરિણામમાં 893 પૈકી 878 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંજેલી કેન્દ્રનું 65.68 ટકા પરિણામમાં 387 પૈકી 373 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સુખસર કેન્દ્રનું 72.93 ટકા પરિણામમાં 458 પૈકી 447 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કારઠ કેન્દ્રનું 95.80 ટકા પરિણામમાં 289 પૈકી 286 વિદ્યાર્થીઓએ પરીક્ષા આફી હતી. સાગટાળા કેન્દ્રનું 94.06 ટકા પરિણામમાં 580 વિદ્યાર્થીઓ પૈકી 572 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ફતેપુરા કેન્દ્રનું 87.32 ટકા પરીક્ષામમાં 634 વિદ્યાર્થીઓ પૈકી 623 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
A1માં આવેલા જિલ્લાના પાંચ છાત્રો
નામ | ટકા | શાળા |
પ્રેમજાની નેહાબેન એસ. | 91.71 | નવજીવન ગર્લ્સ હાઇ.,દાહોદ |
દાસાણી પ્રિયંકાબેન એન. | 91.43 | લીટર ફ્લાવર્સ સ્કુલ,દાહોદ |
દુધિયાવાલા ઝૈનબ એ. | 91.42 | બુરહાની ઇંગ્લીશ મીડીય સ્કુલ |
દાલરોટી બુરહાનુદ્દીન ટી. | 91 | લીટલ ફ્લાવર્સ સ્કુલ,દાહોદ |
આઇદાસાની હીના બી. | 90.57 | નવજીવન ગર્લ્સ સ્કુલ,દાહોદ |
જિલ્લામાં 15 શાળાનું 100 ટકા પરિણામ
દાહોદ જિલ્લાની 15 શાળાનું 100 ટકા પરિણામ આવ્યુ છે. આ શાળાઓમાં જેસાવાડાની શ્રી યશવાટીકા, ભાઠીવાડાની શ્રી કે.ટી મેડા મા અને ઉ.મા શાળા, ટાંડાની આશાપુરી મા.શાળા, નગરાળાની શ્રી વિશ્વકર્મા મા. અને ઉ.મા શાળા, પાંડવાની લો લિટરસી ગર્લ્સ હાઇ., લીમડીની આદિવાસી કન્યા વિદ્યાલય, રળિયાતી ભુરાની ઉચ્ચતર મા.શાળા, જાંબુઆની સાર્વજનિક હાઇ., લીલવાઠાકોર ઉ.બુ વિદ્યાલય, વાંગડની મોડેલ સ્કુલ, ઉકરડીની શ્રી જ્ઞનજ્યોત મા. અને ઉ.મા શાળા, સેવનિયાની શ્રી સામંતસિંહ મેડા આદિવાસી મા અને ઉ.મા આશ્રમ શાળા, કાળીડુંગરી હાઇસ્કુલ, ખરેડીની એકલવ્ય રેસિડેન્સી સ્કુલ અને ઝાલોદની શ્રી એમ.કે દેસાઇ હાઇસ્કુલનું 100 ટકા પરિણામ આવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.