દાહોદ જિલ્લામાં ટીબીના દર્દીઓની સંખ્યા વધારે છે. જેથી ટીબી સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ પણ નોંધપાત્ર છે. બીજી તરફ પ્રધાન મંત્રીએ દેશને ટીબીમુક્ત કરવાનું બીડું ઝડપ્યું છે. ત્યારે આજે શનિવારે દાહોદમાં જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા નવજીવન મીલના કામદારોને ટીબી અને HIV રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત શ્રમિકોને પણ તેના માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અન્વયે દેશમાંથી ટીબી રોગ નાબૂદ કરવા માટે આહ્વાન કરેલું છે. જેના અન્વયે આજ રોજ નવજીવન મીલ અનાજ માર્કેટ ખાતે ટીબી અને HIV રોગ વિશે મીલના કામદારોને જિલ્લા ક્ષય અઘિકારી ડૉક્ટર પી વી સોની દ્વારા ટીબી, HIV રોગ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. છેલ્લે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે ટીબી રોગ નિર્મૂલન માટે મન કર્મ અને વચનથી લોકો જોડાય અને બીજાને પણ જોડીને આ ટીબી મુક્ત ભારત 2025માં સૌ જોડાઈને આપણે આપણા દેશમાંથી ટીબી નાબૂદ કરી શકીએ. આવો સૌ સાથે મળીને આપણે આપણા રાજ્યમાંથી, આપણા જિલ્લામાંથી, આપણા તાલુકામાંથી અને આપડા ગામમાંથી ટીબીમુક્ત કરીએ. નોંધનીય છે કે સાથે સાથે ટીબી હારેગા, દેશ જીતેગાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.