કોરોના અપડેટ:દાહોદ જિલ્લામા આજે વધુ 3 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા, એક્ટિવ કેસનો આંક 14 પર પહોંચ્યો

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી

દાહોદમાં આજે વધુ એક સાથે 03 કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં શહેર-જિલ્લા વાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો .એક્ટિવ કેસનો આંકડો 14ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં હવે કોરોના પગપેસારો કરી ચૂક્યો છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. કોરોનાના દિવસે દિવસે વધતાં કેસોને પગલે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કામગીરી આરંભ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આજે આર.ટી.પી.સી.આર.ના 1428 પૈકી 02 અને રેપિડ ટેસ્ટના 269 પૈકી એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ 03 કેસમાંથી એક દાહોદ અર્બન વિસ્તારમાંથી એક ઝાલોદ ગ્રામ્ય વિસ્તારમાંથી અને એક બારીયા ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7160 ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 339 લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુંક્યાં છે. કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરના ભણકારા વચ્ચે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર સમેત વહીવટી તંત્રએ આગોતરી તૈયારીઓના ભાગરૂપે હોસ્પિટલમાં બેડોની વ્યવસ્થા વધારવા તરફ પણ ધ્યાન આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...