તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:દાહોદ જિલ્લામાં 1 વર્ષમાં દૈનિક આઠની સરેરાશથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

દાહોદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોરોના મહામારી શરૂ થયા બાદ 1 એપ્રિલ 2020થી 31 માર્ચ 2021નો આંક 3151 ઉપર પહોંચ્યો
 • ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ચેપની સારવાર પામતા સંક્રમિતોનો આંક ગણાતો જ નથી

દાહોદ ખાતે ગત વર્ષ 2020ના એપ્રિલથી 2021ના માર્ચ માસ સુધી છેલ્લા એક વર્ષમાં કોરોનાના કુલ મળીને 3151 સંક્રમિતો નોંધાયા છે. ગત 8 એપ્રિલે મુસ્કાન કુંજડા નામે બાળકીરૂપે દાહોદ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયા બાદ ક્રમશઃ સંક્રમણનો વ્યાપ વધતા 2020 ની જુલાઈ અને ઓગસ્ટ માસમાં કોરોના કેસોની માત્રા વધવા સાથે કોરોના અને કો-મોર્બિડ મૃત્યુની સંખ્યા પણ વધી.

ગત 2020ના 1 એપ્રિલથી 2021ના 31 માર્ચ દરમિયાનના વર્ષના મહિના મુજબ કોરોનાગ્રસ્તોનો આંક મુજબ 2020ના એપ્રિલ મહિનામાં 5, મે‌ મહિનામાં 33, જુનમાં 20, જુલાઈમાં 523, ઓગસ્ટમાં 590, સપ્ટેમ્બરમાં 444, ઓક્ટોબરમાં 212, નવેમ્બરમાં 408, ડિસેમ્બરમાં 435 કેસ નોંધાયા હતા. તો 2021ના જાન્યુઆરી માસમાં 159, ફેબ્રુઆરીમાં માત્ર 25 અને માર્ચ-21 માં 228 કેસ નોંધાયા છે. આમ, એક વર્ષમાં દાહોદ જિલ્લામાં કુલ 3151 કોરોનાગ્રસ્તો નોંધાયા છે. તો સાથે ખાનગી લેબોરેટરીઓમાં ટેસ્ટ કરાવી ખાનગી હોસ્પિટલોમાં સારવાર પામનારાઓનો વર્ગ પણ ખૂબ મોટો છે.

દાહોદ જિલ્લામાં દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે તા.1 એપ્રિલ 2020થી તા.31 માર્ચ 2021 ના છેલ્લા એક વર્ષમાં કુલ 96 કો-મોર્બિડ સાથે 6 કોવિડ દર્દીઓ મળીને કુલ 104 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે. ગત માર્ચ માસમાં નોંધાયેલ કુલ 228 કેસ પૈકી પ્રથમ 15 દિવસમાં 48 કેસ અને તા.16થી 31 માર્ચના પખવાડિયામાં વધુ 180 કેસ નોંધાયા હતા.

સૌથી વધુ સંક્રમિત કેસ ઓગસ્ટ માસમાં અને સૌથી ઓછા ફેબ્રુઆરીમાં નોંધાયા
દાહોદ જિલ્લામાં સૌથી સરકારી ચોપડે ઓગસ્ટ મહિનામાં 590 કેસ નોંધાયા હતા. તો આ મહિનામાં જ અને ખાનગી ટેસ્ટમાં પણ વધુ કેસ નોંધાયા હતા. દાહોદ સહિત વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં દાહોદથી સારવાર લેવા જનારાઓ જુલાઈ અને ઓગસ્ટ માસમાં જ સૌથી વધારે લોકો હતા. સૌથી ઓછા કેસ ફેબ્રુઆરી-2021માં માત્ર 25 નોંધાયા હતા.

દાહોદ જિલ્લામાં શુક્રવારે દાહોદના 10 કેસ સાથે કુલ 24
વધુ એક મૃત્યુ સાથે કુલ 106 મૃત્યુ નોંધાયા

શુક્રવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા-કેસ નોંધાયા હતા. દાહોદ શહેર અને જિલ્લામાં તારીખ 2એપ્રિલના રોજ Rtpcr ટેસ્ટના 754 સેમ્પલો પૈકી 18 પોઝિટિવ આવ્યા છે. તો રેપીડના 1269 સેમ્પલો પૈકી 6 પોઝિટિવ નોંધાયા હતા. નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 10, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ અર્બન, ઝાલોદ ગ્રામ્ય, દેવગઢ બારીયા અર્બન, લીમખેડા અને સંજેલીના 2-2 તથા દેવગઢ બારીયા ગ્રામ્ય અને ફતેપુરાના 1-1 મળી કુલ 24 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

આ સાથે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર પામતા વધુ એક કોરોનાગ્રસ્ત દેવગઢ બારિયાના વયોવૃદ્ધ શશિકાન્તભાઈ શાહનું મૃત્યુ નોંધાતા હવે કુલ 106 લોકોના અવસાન થયા છે અને આ સાથે જિલ્લામાં સાજા થયેલા 15 લોકોને ડિસ્ચાર્જ કરાતા કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 178 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો