તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ આયોજન:દાહોદ જિલ્લા પંચાયતમાં દ્વારા ‘મારું ગામ, કોવિડ રસીકરણમુક્ત’ અભિયાન હાથ ધરાશે

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રીજી લહેરમાં નાગરિકોને બચાવવા રસીનો ડોઝ આપવા વિશેષ આયોજન
  • ગામમાં 100% રસીકરણ કરાવનારા સરપંચ,સરકારી કર્મીઓનું સન્માન કરાશે

કોરોના મહામારી સામે લડવા માટે એક માત્ર હથિયાર એવા રસીકરણની દાહોદ જિલ્લાના ગ્રામ્ય વ્યાપક્તા વધે એ માટે જિલ્લા પંચાયત દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પોતાના ગામમાં પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિનું સો ટકા રસીકરણ કરનારા ગામને વિશેષ રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી કલેક્ટર રચિત રાજે અભિયાનની માહિતી આપતા જણાવ્યું હતુ કે, દાહોદ જિલ્લા પંચાયત દ્વારા મારૂ ગામ, કોવિડ રસીકરણયુક્ત ગામ અભિયાન હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવેલા મારૂ ગામ, કોરોનામુક્ત ગામ પહેલ પ્રેરિત આ અભિયાન છે.

રાજે જણાવ્યું કે, આગામી સંભવિત ત્રીજી લહેર આવે તે પૂર્વે જો કોઇ નાગરિક કોવિડ સામેની રસીનો પ્રથમ ડોઝ પણ લઇ લે તો વાયરસની આક્રમક્તા ઘટાડી શકાય છે. એટલે કે, કોરોના થયા બાદ રસી લીધેલી વ્યક્તિ ઝડપથી સાજી થઇ જાય અને તેના ઉપર કોઇ જોખમ રહે નહી. આ અભિયાનનો આ ઉદ્દેશ છે. આ માટે જિલ્લાના તમામ સરપંચોને પત્ર લખી અપીલ કરવામાં આવશે. કોરોના વાયરસની ઘાતકતા ઘટાડવા માટે રસી જ એક માત્ર ઉપાય છે, એ વાત સારી રીતે ફલિત થઇ ગઇ છે. એટલે કોરોનાને જો હરાવવો હોઇ તો તમામ નાગરિકો રસી મૂકાવે એ ખૂબ જ જરૂરી બાબત છે.

રસીકરણની બાબતમાં સામાજિક સહયોગની પણ એટલી જ આવશ્યક્તા છે. એથી દાહોદ જિલ્લાના તમામ ગામોના સરપંચો ઉપરાંત તલાટી મંત્રીઓ, આશા કાર્યકરો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે એ માટે વિશેષ રીતે પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે.

મારૂ ગામ, કોવિડ રસીકરણયુક્ત ગામ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં જે ગામનું સૌથી પ્રથમ સો ટકા રસીકરણ થાય તો તે ગામના સરપંચના આગામી ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના જિલ્લાકક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં શાનદાર સન્માન કરાશે. આ ઉપરાંત સો ટકા રસીકરણ કરાવનારા ગામના સરપંચો, તલાટી મંત્રીઓ તથા રસીકરણ અભિયાનમાં સક્રીયતાથી સહભાગી થનારા ગ્રામ્યકક્ષાના સરકારી કર્મચારીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...