સાર્વત્રિક વરસાદ:દાહોદ જિલ્લામાં આખી રાત ઝરમર બાદ મંગળવાર કોરો

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી વધુ ધાનપુરમાં 23, બારિયામાં 20 અને સિંગવડમાં 18 મિમી વરસાદ
  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ગરમીમાં રાહત સાંપડી

દાહોદ જિલ્લામાં આખી રાત ઝરમર અને ઝાપટા સ્વરૂપે પડેલા વરસાદને કારણે પ્રજાને ગરમીમાંથી તો રાહત મળી ગઇ છે પરંતુ મંગળવારના દિવસે આકાશમાં તડકા-છાયડાની રમત વચ્ચે મેઘરાજા ગાયબ જોવા મળ્યા હતાં.

સોમવારના દિવસ અને રાત્રી દરમિયાન ગરબાડામાં 16 મિ.મી, ઝાલોદમાં 11 મિ.મી, દે.બારિયામાં 20 મિ.મી, દાહોદમાં 14 મિ.મી, ધાનપુરમાં 23 મિ.મી, ફતેપુરામાં 5 મિ.મી, લીમખેડામાં 14 મિ.મી, સંજેલીમાં 5 મિ.મી અને સિંગવડમાં 18 મિ.મી વરસાદ વરસ્યો હતો. મંગળવારના રોજ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું.

કેટલાંક ઠેકાણે સામાન્ય ઝરમર જોવા મળી હતી, પરંતુ બપોરના સમયે તડકા-છાયડાની રમત વચ્ચે મેઘરાજા આકાશમાં અલોપ થઇ ગયેલા જોવા મળ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...