સમાપન:દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખે  શહેર ભાજપાના પ્રશિક્ષણ વર્ગનુ સમાપન કરાવ્યું

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપાનો કાર્યકર જ ભાજપાની પુંજી છે- શંકરભાઇ આમલીયાર

દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પક્ષના પ્રશિક્ષણ વર્ગ 7 જગ્યાએ શરુ થયા હતા.આ તમામ વર્ગ સંપન્ન થયા હતા ત્યારે જિલ્લા ભાજપા પ્રમુખ દાહોદ શહેરના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ગ દ્રારા કાર્યકરોમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે.

દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પક્ષનું સંગઠનનુ માળખુ લગભગ પૂર્ણ થઇ ચુક્યુ છે.સંગઠનને મજબુત બનાવવાના ભાગ રુપે દાહોદ જિલ્લામાં તમામ કાર્યકરોને પ્રશિક્ષિત કરવા જિલ્લામાં તાલુકા અને શહેર મંડલ મળી કુલ 7 મંડળના પ્રશિક્ષણ વર્ગોનો પ્રારંભ તારીખ 1 જાન્યુઆરીથી 3 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો હતો.તેના ભાગ રુપે દાહોદ શહેર ભાજપાના કાર્યકરોનો પ્રશિક્ષણ વર્ગ પણ તારીખ 2 જાન્યુઆરીના રોજ દાહોદ પાસે અવન્તિકા રિસોર્ટમાં પ્રારંભ થયો હતો.

આ સત્રનો શુભારંભ મધ્ય ગુજરાત પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ અને દાહોદ જિલ્લા પંચાયતના સદસ્ય સુધીરભાઇ લાલપુરવાલાના સત્ર દ્રારા કરવામાં આવ્યો હતો.ત્યાર પછી મહામંત્રી સ્નેહલભાઇ ધરીયા, મંત્રી પ્રદીપભાઇ વહોનિયા,મહામંત્રી નરેન્દ્રભાઇ સોની,પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે વિવિધ વિષયો પર કાર્યકરોને પ્રશિક્ષિત કર્યા હતા.મુખ્ય વિષય સાથે સમાપન સત્રમાં જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યુ હતુ કે ભાજપાનો કાર્યકર જ ભાજપાની પુંજી છે.આ સત્રમાં કાર્યકરોને ભાજપાના સ્થાપન થી માંડીને આધુનિક ભારતની સંરચનામાં કેવી રીતે ફાળો આપી શકાય તેની વિસ્તૃત સમજ વિવિધ વિષયોના માધ્યમથી વક્તાઓ દ્રારા આપવામાં આવી હતી.

આ સત્રમાં તારીખ 2ના રોજ રાત્રે સાસંકૃતિક કાર્યક્રમોનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.નાટિકા દ્રારા કેન્દ્ર સરકાર દ્રારા પુત્રીની લગ્નની વય 21 વર્ષની કરવામાં આવી છે તેનુ મંચન કરવામાં આવ્યુ હતુ.શૌર્ય અને દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પણ યોજાયો હતો.સુચારુ વ્યવસ્થા માટે શહેર ભાજપા પ્રભારી ભરતસિંહ સોલંકીને મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ.સમગ્ર સત્રની વ્યવસ્થા ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરીની સુચના અને શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈએ ,સંચાલન અર્પિલ શાહે કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...