તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દાહોદ જિ. પં.માં 38 ગુલ્લેબાજ કર્મીને શો કોઝ નોટિસ

દાહોદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુરુવારે પંચાયત શાખાઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમાં 38 કર્મચારી ગેરહાજર મળી આવ્યા હતાં. આ તમામ લેટ લતીફોને કારણદર્શક નોટિસો ફટકારવા સાથે તેમના અડધા દિવસોનો પગાર કાપવાનો આદેશ કરતાં ખળભળાટ મચી ગયો હતો.દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે જિલ્લા પંચાયતની વિવિધ શાખામાં ગુરુવારે સવારે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું. આ સરપ્રાઈઝ ચેકીંગમાં 38 જેટલા કર્મચારીઓ ગેરહાજર હોવાનું માલુમ પડતાં આ તમામ કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત ગેરહાજર મળેલા કર્મચારીઓનો અડધા દિવસનો પગાર કાપવાનો પણ હુકમ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીની આ આકસ્મિક તપાસથી ગુલ્લેબાજ કર્મચારીઓમાં ફફડાટ પણ ફેલાયો હતો. ભૂતકાળમાં પણ આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગમાં કેટલાંક કર્મચારીઓ પકડાતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો