તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:દાહોદ જિ. મા. શિક્ષક સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘની એક પ્રતિનિધિ સભા દેલસર સ્થિત કે.ટી.મેડા માધ્યમિક અને ઉ.મા.શાળા ખાતે સંચાલક મંડળના પ્રમુખ ગોપાળભાઇ ધાનકાના અધ્યક્ષ સ્થાને તથા કે.ટી.મેડા ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં 75 જેટલા તમામ તાલુકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના 33 જેટલા પદાધિકારીઓની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે ઇશ્વરભાઇ ડી. પરમાર, મહામંત્રી નિલકંઠભાઇ આઇ. ઠક્કર સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...