સાહેબ હાજર છે?:​​​​​​​દાહોદ ડીડીઓએ તલાટી પંચાયતમા ગેરહાજર હોય તો ફરિયાદ માટે હેલ્પલાઇન શરુ કરી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટી ગેરહાજર હોય કે કામ અટકયુ હોય તો 91-7567005073 પર જાણ કરો
[ડીડીઓએ હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો
[ડીડીઓએ હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે માટે વોટ્સઅપ ફરીયાદ નિવારણ નંબરની પહેલ કરી છે. સામાન્ય નાગરિકોને ગ્રામ પંચાયતોમાં તેમની કામગીરી પેન્ડિંગ ન રહે તેમજ ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે ફરિયાદ નિવારણ વોટસઅપ નંબરનો પ્રારંભ કરાયો છે.

આ નંબર ઉપર સામાન્ય નાગરિકો વોટ્સઅપ મેસેજ દ્વારા તેમની રાવ નાખી શકશે. જેના પર તાત્કાલિક પગલા લઇને ફરિયાદનું નિવારણ કરાશે. આ નંબર ઉપર દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ઉપર તલાટી તેમની ઓફિસમાં નિયમિત રીતે હાજર રહે છે કે કેમ? તમારું કામ તલાટીશ્રી પાસે પેન્ડિંગ છે અને તેઓ જવાબ નથી આપતા ? આવી કોઈપણ તલાટીની સરકારી કામગીરી સંબંધિત ફરિયાદ/આવકના દાખલા/જાતિનો દાખલો વિગરે માટેની કોઈપણ રજુઆત જિલ્લા વિકાસ અધિકારી દાહોદ ફરિયાદ નિવારણ નંબર 91-7567005073 ઉપર વિગતો સાથેનો સંદેશ /વોટસએપ ઉપર કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...