તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાભાવ:દાહોદ સ્મશાનગૃહને નેહરુ સોસાયટી પરિવાર દ્વારા 6 ટ્રક ગૌ કાસ્ટનું દાન કરવામાં આવ્યું

દાહોદ3 મહિનો પહેલા
  • કોરોનાકાળમા અંતિમ સંસ્કાર માટે જરૂરિયાતમંદોને અપાશે
  • પ્રથમ ટ્રકનો જથ્થો હિન્દુ સ્મશાન સેવા કાર્ય સમિતિને સુપ્રત કર્યો

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો સાથે મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. દાહોદના સ્મશાનમાં હાલ મૃતદેહો વધુ સંખ્યામાં આવતા અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે લાકડાનો ઉપયોગ ઓછો થાય, તે માટે દાહોદના સ્મશાનગૃહ માટે દાહોદની નેહરુ સોસાયટી પરિવાર દ્વારા 6 ટ્રક ગૌ કાસ્ટનું દાન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ટ્રકનો જથ્થો હિન્દુ સ્મશાન સેવા કાર્ય સમિતિને સુપ્રત કર્યો છે.

સેવાભાવી સજ્જનો મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વ્હારે

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ રોજે રોજ વધી રહ્યાં છે. દાહોદની તમામ હોસ્પિટલમાં જગ્યા નથી. તેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોના મહામારીમાં દાહોદમાં સેવાભાવી સજ્જનો મુશ્કેલીમાં મુકાયેલા લોકોની વ્હારે આવ્યા છે. દાહોદના વિવિધ સમાજો દ્વારા જરૂરિયાત મંદ તેમજ હોમ આઇસોલેશનમાં રહેલા વ્યક્તિઓને ટિફિન ઘેર પહોંચાડી રહ્યાં છે, તો કેટલાક સેવાભાવીઓ કોરોનાથી મૃત્યુ પામેલાઓને સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવામાં મદદરૂપ બની રહ્યાં છે.

યથાશક્તિ દાન આપતા જોતજોતામાં ગૌ કાસ્ટની 6 ટ્રક મળી

દાહોદમાં સતત આવતાં મૃતદેહને લઈને લાકડાની અછત વર્તાય તે સ્વાભાવિક છે. તેવા સમયે દાહોદના ચાકલીયા રોડ સ્થિત નહેરુ સોસાયટી પરિવારના એક સભ્યને આ કપરી પરિસ્થિતિમાં અને ભવિષ્યમાં લાકડાની અછત ઊભી થાય તે પહેલા લાકડાના સ્થાને ગૌકાસ્ટનું દાન કરવાનો વિચાર આવ્યો હતો.

જે નહેરુ સોસાયટીના અન્ય સભ્યો સમક્ષ રજૂ કરતા તમામે સભ્યોએ સહર્ષ સ્વિકારી લીધો છે. અને યથાશક્તિ દાન આપતા જોતજોતામાં ગૌ કાસ્ટની 6 ટ્રક મળી શકે તેટલી વ્યવસ્થા થઈ ગઈ છે. તે પૈકી પ્રથમ ટ્રકનો જથ્થો આવી જતા આજે હિન્દુ સ્મશાન સેવા કાર્ય સમિતિને સુપ્રત કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...