કોરોનાવાઈરસ:દાહોદ ભાજપની ઓડિયો બ્રિજના માધ્યમથી મીટિંગ

દાહોદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મીટિંગ - સંપર્કના સ્વરૂપ બદલાયા

વડાપ્રધાનના નેતૃત્વમાં સરકાર દ્વારા પોતાના બીજા કાર્યકાળનું એક વર્ષ  પૂર્ણ કરવાના સમયે કોરોનાને કારણે સાર્વજનિક કાર્યક્રમ નહીં કરતા કાર્યકાળની વર્ષગાંઠ ડિજીટલ માધ્યમથી મનાવવાનો વર્ચ્યુઅલ રેલી અને પ્રેસ કોન્ફરન્સથી ઉજવવાનો નિર્ણય કર્યો છે.  વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, વિશ્વકલ્યાણ હેતુ ભારતની ભૂમિકા અને કોવિડ-19 ના સંક્રમણથી બચાવ માટે સાવચેતી અને સ્વસ્થ રહેવા માટે સારી આદતોના સંકલ્પના પત્રરૂપી આહ્વાનને કાર્યકર્તાઓ દ્વારા બબ્બેના સમુહમાં રહીને દાહોદ જિલ્લામાં 2 લાખ ઘર સાથે દેશના 10 કરોડ ઘરો સુધી પત્ર તેમજ માસ્ક  થકી પહોંચાડશે. ભાજપા અધ્યક્ષ પણ ફેસબુક લાઈવ કરીને ભાષણ આપશે. આ અંતર્ગત દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ સમગ્ર કાર્યક્રમોના ઇન્ચાર્જ સહિતના અગ્રણીઓએ પાર્ટીના આગામી કાર્યક્રમોને લઇ ઓડિયો બ્રિજથી મિટિંગ યોજી હતી. આ ઓડિયો બ્રિજમાં પ્રભારી, પ્રમુખ, સાંસદ, , ધારાસભ્યો વગેરેએ પણ જોડાઈ માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...