તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ટ્રેનમાંથી ભૂલથી દાહોદ ઉતારી દેવાયેલી બેગ વારાણસીના મુસાફરને પરત કરાઇ

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીસીટીવી ચેક કરતાં પાર્સલ ઓફિસમાં પડી હોવાનું જણાયુ હતું

દાહોદ શહેરમાં અવંતિકા એક્સપ્રેસમાં દાહોદમાં ઉતરેલા મુસાફરે અન્ય મુસાફરની બેગ પોતાના સામાન સાથે ભુલથી ઉતારી લીધી હતી. આ બાબતની ફરિયાદ આવતાં દાહોદ આરપીએફે સીસીટીવી ચેક કરતાં મુસાફર બેગને પાર્સલ ઓફિસમાં મુકી ગયો હોવાનું જણાયુ હતું. મુસાફર દાહોદ આવતાં તેને 48 હજાર અને સામાન મુકેલી બેગ પરત કરવામાં આવી હતી.

અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં કોચ નંબર S3માં બેસી સુરતથી ઇન્દોરની મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના વારાણસીના ઇમરાન નવાઝની બેગ દાહોદ સ્ટેશને ઉતરેલા મુસાફરે પોતાના સામાનની સાથે ઉતારી લીધી હતી. ટ્રેનના રૂટ ગાર્ડ પાર્ટીએ દાહોદ સ્ટેશનને કરી હતી. જેના આધારે દાહોદ પોસ્ટ હાજર આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર સેવારામે સ્ટાફ દ્વારા સ્ટેશન વિસ્તારમાં બેગની તપાસ કરી હતી સીસીટીવી ચેક કરાવ્યા હતા.

જેમાં સીસી ટીવીમાં એક વ્યક્તિએ મરૂન કલરની બેગ પાર્સલ ઓફીસમાં મુકી ગયો હોવાનું જોવાયુ હતું. બેગમાં તપાસ કરતાં અંદર નવી બનારસી સાડી 4, જૂના કપડા અને 48000 હતા. બેગ આરપીએફ દ્વારા કબ્જે લઇ અને બેગના માલિકને જાણ કરી હતી. બેગના માલિક દાહોદ પોસ્ટ પર પહોંચ્યા ત્યારે કુલ રૂા. 60,000 અને અન્ય જૂના કપડા પંચોની હાજરીમાં જરૂરી કાર્યવાહી કરી સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...