ફરી સુવિધા મળી:6 ઓગસ્ટથી દાહોદ-આણંદ મેમુ ફરી દોડતી થશે, મેમુ શરૂ થતાં મુસાફરોને મોટી રાહત

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં બંધ કરેલી ટ્રેનો રેલવે ફરી શરુ કરી રહ્યુ છે

પશ્ચિમ રેલવે દ્વારા રતલામ મંડળથી ઉપડતી તેમજ દાહોદ પંચમહાલ સહિતના આસપાસના વિસ્તારો માટે લાઈફલાઈન ગણાતી વધુ એક પેસેન્જર ટ્રેનને પુનઃ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. દાહોદ આણંદ મેમુ શરુ થતાં મુસાફરોને મોટી રાહત થશે.

અપડાઉન કરતા મુસાફરોને ફરી સુવિધા મળશે
કોરોના કાળમાં પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી મેલ એક્સપ્રેસ ટ્રેન તેમજ લોકલ ટ્રેનોને તબક્કાવાર પુનઃ શરૂ કરવાનું નિર્ણય કર્યો છે. જેમાં દાહોદથી ઉપડતી વધુ એક પેસેન્જર ટ્રેનને શરૂ કરવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અગામી તારીખ 6 ઓગસ્ટથી ટ્રેન નંબર 09350 દાહોદ- આણંદ મેમુ ટ્રેનને શરૂ કરવાની લીલીઝંડી આપી છે.

આવતીકાલથી સવારે 11:25 દાહોદથી ઉપડશે
જે અંતર્ગત આ ટ્રેન અગામી 6 ઓગસ્ટથી દાહોદથી સવારે 11:25 વાગ્યે દાહોદથી ઉપડી રેટીયા, જેકોટ, ઉસરા મંગલ મહુડી, લીમખેડા,પીપલોદ,સંતરોડ, કાનસુડી, થઈ 12:15 વાગ્યે ગોધરા પહોંચે છે. તેમજ ત્યાંથી 12:57 વાગ્યે ઉપડી બપોરના 15:35 વાગ્યે આંણદ ખાતે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...