તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દાહોદ મજૂરી કામ માટે આવતા પિતા-પુત્રનું ગમલામાં માર્ગ અકસ્માતમાં મોત

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોલેરો પિકઅપની ટક્કરે અકસ્માત સર્જાયો, પાછળ બેઠેલો ત્રીજો ઇસમ ઘાયલ

દાહોદ તાલુકાના રાતીગાર ગામેથી દાહોદ મજૂરી કામ અર્થે મોટરસાઇકલ ઉપર દાહોદ આવતાં પિતા-પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. પૂરપાટ દોડતી પીકઅપ જીપે પાછળથી ટક્કર મારતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હોળી પર્વના એક દિવસ પહેલાં બનેલી ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. કતવારા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે. દાહોદ તાલુકાના રાતીગાર ગામે રહેતાંકાજુભાઇ ટીહીયાભાઇ ખરાડ, તેમનો પુત્ર વિજય અને નીલેશભાઇ રામાભાઇ મોટર સાઇકલ ઉપર દાહોદ ખાતે મજૂરી કામ અર્થે આવી રહ્યા હતાં.

ત્યારે દાહોદ-ઇન્દૌર હાઇવે ઉપર ગમલા ગામે પીકઅપ જીપના ચાલકે તેમની મોટર સાઇકલને પાછળથી ટક્કર મારી હતી. જેથી મોટર સાઇકલ ઉપર સવાર કાજુભાઇ, પુત્ર વિજય અને નીલેશભાઇ રસ્તા ઉપર પટકાયા હતાં. માથામાં થયેલી ગંભીર ઇજાને કારણે કાજુભાઇ અને વિજયભાઇનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. હોળી પર્વના એક દિવસ પહેલાં બનેલી ગોઝારી ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો