તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓ હવે બે આંકડામાં પણ નોંધાતા નથી.બીજી તરફ જિલ્લામાં બીજા તબક્કાનુ રસીકરણ પણ સરુ થઇ ચુક્યુ છે પરંતુ દાહોદ નગર પાલિકાના મહત્ત સફાઇ કર્મચારીઓએ કોરોનાની રસી મુકાવવાનો ઇનકાર કરી દેતાં આરોગ્ય અધિકારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે.હવે આ સફાઇકર્મીઓને રસી માટે પ્રોત્સાહિત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લામાં કોરોનાનો ભય હવે ઓસરી રહ્યો છે.કારણ કે હવે કોરોનાના દર્દીનો આંક રોજે રોજ એક કે બે થી આગળ વધતો નથી.જેથી જનસામાન્યમાં હવે કોરોના નાબુદ થઇ ગયો હોય તેવી લાગણી સાથે રાહત ફેલાઇ ગયેલી જાવા મળી રહી છે.શુભ પ્રસંગોમાં પણ સામાન્યવત દ્રશ્યો જાવા મલી રહ્યા છે અને માસ્ક તેમજ સેનેટાઇઝર હવે ધીમે ધીમે જાણે લુપ્ત થઇ રહ્યા હોય તેમ જણાઇ રહ્યુ છે.જિલ્લામાં તારીખ 16 જાન્યુઆરીથી કોરોનાનુ રસીકરમ કોરોના ફ્રન્ટ લાઇન વોરિયર્સને આપીને શરુ કરવામાં આવ્યુ હતુ.
હાલમાં પ્રથમ રાઉન્ડમાં આવા 12000 કરતા વધુ કોરોના વોરિયર્સને રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે અને પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયો છે.કોરોની રસી બે તબક્કામાં મુકવામાં આવે તો જ તેની અસરકર્તા હોવાથી બીજો રાઉન્ડ પણ સમય મર્યાદામાં શરુ કરી દેવાતાં હાલ સુદીમાં 800 તી વધુ કર્મીઓને રસી મુકી દેવામાં આવી છે.કોરોના વોરિયર્સની સાથે સફાઇ કર્મીઓને પણ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે અને તેમનુ પણ રસીકરણ કરવાનુ પ્રાથમિક છે.જેથી દાહોદ નગર પાલિકા હસ્તક વિવિધ રીતે જોડાયેલા સફાઇ કર્મચારીઓને પણ કોરોના વેક્સિન મુકવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેથી તેમને રસીકરણને કારણે કોઇ પણ આડ અસર થતી નથી અને કોઇ પણ પ્રકારનુ જોખમ નથી તેમ જણાવી રસીકરણની સમજ આપવા માટે એક બેઠકનુ આયોજન દાહોદ નગર પાલિકાના સભાખંડમાં જ કરાયુ હતુ.જેમાં પાલિકાના સ્ટાફ સહિત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ રસીકરણ વિશે સમજ આપી હતી અને તેનાથી કોઇ પણ પ્રકારની આડઅસર થતી ન હોવાનુ જણાવાયુ હતુ.ત્યારે આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે 100 થી વધુ સફાઇ કર્મીઓ પૈકી માત્ર બે કર્મચારીઓએ રસીકરણ કરાવવા સંમતિ આપી હતી અને બાકીના તમામે રસીકરણ કરાવવા મામલે નન્નો ભણી દેતા આરોગ્ય તેમજ પાલિકાના અધિકારીઓ વિમાસણમાં મુકાઇ ગયા હતા.હવે ફરીથી તેમને પ્રોત્સાહિત કરવાની કામગીરીના ભાગ રુપ તેમનુ કાઉન્સીલીંગ કરવામાં આવશે તેમ એડીએચઓ ડાે.આરડી.પહાડીયાએ જણાવ્યુ હતુ.આમ સફાઇ કર્મીઓ રસી મુકાવશે કે ઇનકાર કરી દેશે તે હાલ કહેવુ અશક્ય છે.
ગેરસમજ દુર કરવી જરુરી સફાઇકર્મીઓમાં રસીકરણ મામલે ઘણી ગેરસમજ પ્રવર્તિ રહી છે.જેથી આવી ગેરસમજ તેમના મન માંથી દુર કરવી જરુરી છે.કારણ કે રસીકરણ મામલે વહેતા થયેલી સાચી ખોટી વાતોને કારણે જ સફાઇકર્મીઓ રસી મુકાવા તૈયાર ન હોવાથી પોલીસ વિભાગ સહિતના અન્ય વિભાગોના અધિકારીઓની મદદ લઇ સફાઇ કર્મીઓનો મોટીવેટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.