ઠગાઈ:દાહોદના લીમખેડામાં મહિલા પાસેથી થેલી કાપી રૂા. 49 હજાર લઈ ગઠિયો ફરાર થઈ જતાં ચકચાર

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા એસ.બી.આઈ પાસે ઉભા હતા ત્યારે જ ભેજાબાજે ઠગાઈને અંજામ આપ્યો મહિલા સીઆરપીએફ જવાનના ધર્મપત્ની છે

દાહોદ જિલ્લાના લીમખેડામાં એસબીઆઈ બેન્કના એક મહિલા ગ્રાહક બેન્ક પાસે ઉભા હતા. ત્યારે કોઈક ચોર ગઠીયો રોકડા રૂપિયા 49 હજાર ભરેલી થેલી કાપી રોકડા રૂપીયા લઈ ફરાર થઈ જતાં બેન્ક આલમમાં પણ ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના આંબળીયા ગામે વાવડી ફળિયામાં રહેતાં ભારતીબેન નાનસીંગભાઈ મછાર ગઈકાલે સવારના 11:30 વાગ્યાની આસપાસ લીમખેડામાં આવેલી એસ.બી.આઈ બેન્કની શાખામાં ગયાં હતાં. બેન્કની પાસે તેઓ પોતાની સાથે રોકડા રૂપિયા 49 હજાર ભરેલી થેલી લઈ ઉભા હતાં. એ દરમિયાન કોઈ ચોર ઈસમ પોતાનો કસબ અજમાવી રોકડા રૂપિયા ભરેલી થેલીને કાપી રૂા. 49 હજાર લઈ ફરાર થઈ જતાં તેમજ એ અંગેની જાણ ભારતીબેન નાનસીંગભાઈ મછારને છતાં બુમરાણ મચી જવા પામી હતી. જેથી આ સમગ્ર મામલે ભારતીબેન નાનસીંગભાઈ મછારે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...