આયોજન:આદિવાસી પરિવારના સ્થાપના દિને સાંસ્કૃતિક મહારેલી યોજાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલજીની સરસવાણી ગામે મહાસંમેલનનું કરાયેલું આયોજન

આદિવાસી પરિવારના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના તાલુકા મથકો પર આદિવાસી સમાજના નવ યુવાનો દ્વારા સાંસ્કૃતિક મહારેલી નીકળનાર છે. આ રેલી ઉપસ્થિત યુવાનો સાંજના સમયે ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે પહોંચી સભા સ્વરૂપે ભેગા થશે. 18મી મેના રોજ કલજીની સરસવાણી ગામે ભવરલાલ પરમાર મહાસંમેલને સંબોધશે.

"આદિવાસી પરિવાર"ના સ્થાપના ને આજરોજ સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. 18મી મેના રોજ આઠમા વર્ષે મંગલ પ્રવેશ કરી રહ્યું છે. આદિવાસી પરિવારના સ્થાપનાદિનની આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે દાહોદ જિલ્લાના તમામ તાલુકા મથક પર સાંસ્કૃતિક રેલી યોજવામાં આવનાર છે.

આ સાંસ્કૃતિક રેલીમાં મહિલા યુવાનો અને વૃદ્ધો આદિવાસી વાજિંત્રો સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરશે. ત્યારબાદ તાલુકા મથકે રેલીમાં જોડાયેલા તમામ લોકો સાંજે ઝાલોદ તાલુકાના કલજીની સરસવણી ગામે આવેલા જોહાર મેદાનમાં એકત્ર થશે. \"આદિવાસી પરિવાર\" સંગઠનના આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભવરલાલ પરમારના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાશે.

આ સભામાં આદિવાસીઓની રૂઢી, પરંપરા , સંસ્કૃતિ, વારસો, હક, અધિકાર જાણવા અને પર્યાવરણને જાળવવા માટે, આદિવાસીપણુ બચાવવા સહિતની વિવિધ ચર્ચાઓ થનાર છે. મહાસંમેલનમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પણ મહાનુભવો ઉપસ્થિત રહેનાર છે.

અન્ય સમાચારો પણ છે...