દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે માર્ગ અકસ્માતમાં યુવકના મોતના ઝઘડાની અદાવતે તકરાર થઈ હતી.17 જેટલા ઈસમોના ટોળાએ હથિયારો સાથે ભારે ધિંગાણું મચાવી ગાડીની તોડફોડ કરી એકને ગડદાપાટ્ટુનો માર મારી ઈજાઓ પહોંચાડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
આગાસવાણી ગામે રહેતાં અર્જુનભાઈ અભેસિંગ ચૌહાણ,મથુર ગોપસીંગભાઈ ચૌહાણ, મહેશભાઈ છત્રસિંહ બારીઆ વિગેરેનાઓએ લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે નિશાળ ફળિયામાં રહેતાં જેસીંગભાઈ રૂપસીંગભાઈ ડાંગીના સંબંધીની પીકઅપ ગાડીની અડફેટે ગામમાં રહેતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. આ માર્ગ અકસ્માતના બનાવની અદાવત રાખી ઉપરોક્ત 17 હુમલાખોરો જેસીંગભાઈના ઘર તરફ આવ્યાં હતાં. બેફામ ગાળો બોલી પીકઅપ ગાડીના કાચની તોડફોડ કરી અને સંજયભાઈ પટેલની સાથે ઝપાઝપી કરી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે જેસીંગભાઈ રૂપસીંગભાઈ ડાંગીએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.