દાહોદ જિલ્લામાં વિદેસી દારુનો વેપલો વિપુલ પ્રમાણમાં થાય છે.તેને કારણે પોલીસ દ્રારા વિદેશી દારુ ઝડપી પાડી બુટલેગરો સામે ગુના નોંધવામાં આવે છે.બીજી તરફ વિદેશી દારુનો જે જથ્થો ઝડપાય છે તેનો નિયમોનુસાર નાશ કરવામાં આવે છે.આજે પણ ત્રણ તાલુકામાં ઝડપાયેલા વિદેશી દારુનો નાશ દેવગઢ બારીયાના અ્ંતેલામાં કરવામાં આવ્યો હતો.કુલ રુ 1,4173,116 રુના વિદેશી દારુ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ.
દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલો છે.જેથી પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારુ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે.આ ગેરકાયદે વેપલામાં ગુજરાત સહિત ત્રણેય રાજ્યોના બુટલેગરો હરહંમેશ સક્રિય હોય છે.પોલીસ દ્વારા આવા વિદેશી દારુની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડવામાં આવે છે તેમજ તેમની પાસેથી દારુનો જથ્થો પણ જપ્ત કરવામાં આવે છે. ઘણી વાર વેચાણ કરતાં બુટલેગરોના અડ્ડાઓ પર પણ દરોડા પાડી બુટલેગરો અને વિદેશી દારુના જથ્થા ઝડપી પાડવામાં આવે છે.આ જથ્થો પોલીસ વિભાગના ગોડાઉનમાં સંગ્રહ કરી તેની સમય મર્યાદા પછી તેનો નાશ કરવામાં આવે છે.
લીમખેડામાં વિદેશી દારુ ઝડપી પાડવાના કુલ 241 ગુન્હા નોંધાયા હતા અને તે દરમિયાન98,84,341 રુનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.તેવી જ રીતે ધાનપુર તાલુકામાં 108 ગુન્હામાં 24,70,595 રુની વિદેશી દારુની 19,156 બોટલ ઝડપી પાડી હતી.તેવી જ રીતે સીંગવડ તાલુકામાં પોલીસ વિભાગમાં 47 ગુન્હા નોંધી કુલ 18,18,180 રુનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો.આમ ત્રણેય તાલુકામાં મળી કુલ 396 ગુન્હા નોંધાયા હતા અને તેમાં કુલ 1,41,73,116 રુનો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આમ એક કરોડ કરતા વધુની કિંમતના વિદેશી દારુને આજે નષ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેથી લીમખેડા એસડીએમ,ડીવાયએસપી તેમજ ત્રણેય તાલુકાના પીએસઆઇની ઉપસ્થિતિમાં રુ.1.41 કરોડના વિદેશી દારુનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.દેવગઢ બારીયા તાલુકાના અંતેલામાં આ તમામ જથ્થો પાંચ ટ્રક ભરેલો વિદેશી દારુનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ તેની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ.નિયમોનુસાર દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.