તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાહોદમાં ભાડાની દુકાન રાખી ખાલી ન કરતાં બે સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 મહિનાનો કરાર પૂરો થયા બાદ પણ માલિકોએ ખાલી કરવાની ના પાડી
  • નરસીંગ કોલોની અને જનતા કોલોનીના શખ્સો સામે ગુનો દાખલ કરાયો

દાહોદ એમજી રોડના કુકડા ચોકમાં આવેલ કૃષ્ણાશિવ કોમ્લેક્સમાં બે દુકાન ભાડે રાખ્યા બાદ ભાડા કરારની મુદ્દત પુરી થયા બાદ પણ દુકાન ખાલી ન કરતાં દુકાનના માલિકે પોલીસમાં નોંધાવી હતી. દાહોદ ઉકરડી રોડ નુર મહોલ્લામાં રહેતા સોફીયા સૈફીભાઈ ભાભરાવાલાની માલીકીની દાહોદ એમ.જી.રોડના કુકડા ચોકમાં આવેલ સીટી સર્વે નંબર -1913 પૈકીવાળી જમીનમાં બનાવેલ કૃષ્ણાશીવ કોપ્લેક્સમાં પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા બાજુની બે દુકાનો આવેલી છે.

સોફીયા ભાભરાવાળા પાસેથી ગોધરારોડ નરસીંગ કોલોનીમાં રહેતા મહેશકુમાર રામભરોસેલાલ વર્મા તથા જનતા કોલોનીમાં રહેતા રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીયએ 11 માસમાં ભાડા કરાર પર ભાડે લીધી હતી. 11 માસનો ભાડા કરાર પુરો થયા બાદ પણ દુકાન માલિકના કહેવા છતાં દુકાન ખાલી કરવાની ના પાડી બન્ને દુકાનોનો ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. આ સંબંધ સોફીયાસૈફીભાઈ કુબુદ્દીન ભાભરાવાળાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેશકુમાર રામભરોસેલાલ વર્મા તથા રાકેશસિંહ રાજદેવસિંહ ક્ષત્રીય વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...