વિવાદ:રાતીગારમાં નજીવી બાબતે 2ને મારતા ચાર સામે ગુનો

દાહોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકનું માથંુ ફોડ્યું, બીજાને ધારીયાની મુદ્રા મારી

દાહોદ તાલુકાના રાતીગારમાં સામાન્ય વાતે રસ્તામાં રોકી બે સાથે મારામારી કરી ડાંગ મારી એકનું માથુ ફોડ્યું જ્યારે બીજાને ધારીયાની મુદ્રા મારી હાથે ઇજા પહોંચાડતાં 4 લોકો સામે ગુનો નોંધાવ્યો હતો.

રાતીગારનો અજય કાજુભાઇ પરમાર ગતરોજ સાંજના કતવારાથી શાકભાજી લઇને ઘરે આવતો ત્યારે હનુમાન દાદાના મંદિરની પાસે ફળિયાો અજય હીમલા પરમાર, રમેશ હિમલા પરમાર, નુરજી દીતા પરમાર તથા પારસીંગ બચુ પરમારે રોકી ગાળો બોલી કહેલ કે તમે અગાઉ અમને રોકીને મારેલા છે, તેમ કહી રમેશ હિમલા પરમારે તેના હાથમાની ડાંગ અજયના માથાના પાછળના ભાગે મારી લોહી નિકાળી દીધુ હતું.

તેમજ તેની સાથેના રામાભાઇને ધારીયાની મુદ્રા મારી ડાબા હાથે ઇજા કરી ચારેય જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. અજયના પિતા સહિતના લોકોએ ઘાયલ અજયને દાહોદના સરકારી દવાખાને સારવાર માટે લઇ જઇ કાજુભાઇ કાળુભાઇ પરમારે હુમલાખોરો વિરૂદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...