અપહરણ:તરુણીને ઘરેથી ભગાડી જતાં અગાસવાણીના યુવક સામે ગુનો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ

ધાનપુર તાલુકામાંથી 17 વર્ષની તરૂણીને પ્રેમના પાઠ ભણાવી રાત્રીના સમયે તેના ઘરેથી ભગાડી જતાં અગાસવાણીના યુવક સામે તરૂણીના પિતાની ફરિયાદના આધારે પોલીસે અપહરણ અને પોક્સોનો ગુનો દાખલ કર્યો હતો. ધાનપુર તા.ના અગાસવાણી ગામના રાજુ મડીયા ડામોર તા.14 એપ્રિલે રાત્રીના સમયે 17 વર્ષની તરૂણીને પટાવી ફોસલાવી પ્રેમના પાઠ ભણાવી પત્ની તરીકે રાખવા તેના ઘરેથી ભગાડી ગયો હતો. સવારે તરૂણી ઘરમાં જોવા ન મળતાં શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન અગાસવાણીનો રાજુ મડીયા ડામોર પત્ની તરીકે રાખવા તરૂણીને ભગાડી ગયોનું જાણવા મળ્યું હતું.

બાદ પંચરાહે ચોકરી સોંપવાની વાતચીત ચાલતી હતી પરંતુ કોઇ નિકાલન નહી આવતાં તરૂણીના પિતાએ રાજુ મડીયા ડામોર વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ અને પોક્સો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...