તડામાર તૈયારીઓ:દાહોદમાં સી.આર.પાટીલનો સ્નેહમિલન સમારોહ યોજાશે, તૈયારીઓનો ધમધમાટ શરૂ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આગામી 23મી નવેમ્બરના કાર્યક્રમ યોજાશે
  • આગામી ચૂંટણીની તૈયારીનું પણ આ સાથે બ્યુગલ ફુંકી દેવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે

દાહોદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો સ્નેહમિલન સમારોહ યોજાવાનો છે. જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને લઈ નેતાઓમાં તેમજ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી ચૂંટણીની પુર્વ તૈયારીઓને પણ ઓપ અપાઈ રહ્યો છે.

દાહોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આગામી તારીખ 23મી નવેમ્બરના રોજ સી.આર. પાટીલની ઉપસ્થિતીમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શહેર ભાજપ સંગઠન તેમજ નગરપાલિકા સહિત લોકો બાઈક રેલી સ્વરૂપે સભા સ્થળે પહોંચશે. સમગ્ર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો એકત્ર થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.

આ કાર્યક્રમની તૈયારીઓ માટે પ્રમુખ શંકર અમલીયાર, સાંસદ જસવંત ભાભોર સહિતની ટીમ કામે લાગી છે. આગામી ચૂંટણીની તૈયારીનું પણ આ સાથે બ્યુગલ ફુંકી દેવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. ઉમેદવારી કરવા થનગનતા ઉમેદવારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...