• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Counting Of Votes In Dahod District Panchayat Elections Tomorrow, Fate Of Candidates Sealed In Ballot Boxes Will Be Revealed

આવતીકાલે ચૂંટણીનું પરિણામ:દાહોદ જિલ્લાની પંચાયતોની ચૂંટણીમાં આવતીકાલે મત ગણતરી, પેટીઓમાં સીલ થયેલું ઉમેદવારોનું ભાવી ખુલશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
  • વહેલી સવારથી જ ઉમેદવારો સમર્થકો-કાર્યકરો સાથે મતગણતરીના સ્થળે પહોંચી જશે
  • દાહોદ જિલ્લામાં કુલ મતદાન 82.41 ટકા થયું, ગત ચૂંટણીમાં 82.53 ટકા મતદાન

દાહોદ જિલ્લામાં ગઈકાલે રવિવારે 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી સંમ્પન્ન થઈ હતી. જેમાં દાહોદ જિલ્લામાં કુલ મતદાન 82.41 ટકા થયું છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે તારીખ 21મી ડિસેમ્બર અને મંગળવારના રોજ મત પેટીઓમાં સીલ થયેલું ઉમેદવારોનું ભાવી ખુલશે અને કયો ઉમેદવાર જીતશે અને કયો ઉમેદવાર હારશે તે નક્કી થશે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે સૌથી વધુ મતદાન દેવગઢ બારીઆ તાલુકામાં 87.15 ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન સંજેલી તાલુકામાં 77.25 ટકા થયું હતું. ગત પંચાયતની ચૂંટણીઓમાં જિલ્લામાં 82.53% મતદાન થયું હતું.

દાહોદ જિલ્લામાં 24 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં 327 ગ્રામ પંચાયતોની ચુંટણી ગઈકાલે યોજાઈ હતી. જેમાં વહેલી સવારથી જ કડકતી ઠંડીમાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. શાંતિપુર્ણ રીતે દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંમ્પન્ન થઈ હતી. જિલ્લામાં કુલ મતદાન 82.41 ટકા નોંધાયું હતું. દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 9 તાલુકા દીઠ મતદાનની વાત કરીએ તો દાહોદ તાલુકામાં 81.66 ટકા, ગરબાડા તાલુકામાં 79.36 ટકા, ઝાલોદ તાલુકામાં 82.64 ટકા, ફતેપુરા તાલુકામાં 80.30 ટકા, સંજેલી તાલુકામાં 77.25 ટકા, લીમખેડા તાલુકામાં 85.83 ટકા, ધાનપુર તાલુકામાં 80.31 ટકા, સીંગવડ તાલુકામાં 84 ટકા અને દેવગઢ બારીઆ તાલુકામાં 87.59 ટકા મતદાન થયું હતું.

આવતીકાલે તારીખ 21મી ડિસેમ્બરને મંગળવારના રોજ મત પેટીઓ ખુલશે અને મતગણતરી થશે. ત્યારે વહેલી સવારથી જ ઉમેદવારો પોતપોતાના સમર્થકો, કાર્યકરો સાથે મતગણતરીના સ્થળે પહોંચી જશે. નોંધનીય છે કે મતગણતરીના દિવસે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...