મતગણતરી:દાહોદ જિલ્લામાં 327 ગ્રામ પંચાયતોની મતગણતરી યથાવત, લીમખેડામાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ કરતાં દોડધામ મચી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘેસવા ગામના રેણુકા બેન ડામોર 21 વર્ષની વયે જિલ્લાની સૌથી નાની વયનાં મહિલા સરપંચ
  • અગારામાં બારીઆ તાજ સિંહ ભાઈ દલાભાઈ 1074 મત સાથે સરપંચ પદના વિજેતા

ગ્રામપંચાયતની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. જે બાદ આજે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ મતગણતરી હજુ યથાવત છે. વિજેતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. એવામાં લીમખેડામાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ કરતાં લોકોની દોડધામ મચી જવા પામી હતી, જેના વીડિયો પણ વાઈરલ થયા છે.

મત ગણતરી દરમિયાન ઝાલોદ તાલુકાના ઘેસવા ગામના રેણુકા બેન ડામોર 21 વર્ષની વયે દાહોદ જિલ્લાની સૌથી નાનીવયનાં મહિલા સરપંચ બન્યાં હતાં. તેમજ લીમખેડા પોલીસે લોકો પર લાઠી ચાર્જ કરતાં લોકોની દોડધામ મચી જવા પામી હતી. પોલીસે પુરૂષો અને મહિલાઓ પર લાઠી ચાર્જ કર્યો હતો. ઉપરાંત સીંગવડ તાલુકાના અગારામાં બારીઆ તાજ સિંહ ભાઈ દલાભાઈએ 1074 મત સાથે જીત હાંસલ કરી હતી. જ્યારે તેમનાં સામે હરિફ ઉમેદવાર લીમખેડાના માજી ધારાસભ્ય વિછીયા ભાઈ ભુરીયાના પત્ની વનીતાબેન વિછીયાભાઈ ભુરીયાની કારમી હાર થઇ હતી.

લીમખેડામાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ કર્યો
લીમખેડામાં પોલીસે લોકો પર લાઠી ચાર્જ કર્યો

દેવગઢ બારીયાના વળભેટમાં ગીતાબેન દીપસીંગ રાઠવા 618 મત સાથે વિજેતા બન્યાં હતાં. દેવગઢ બારીયાના રાણીપુરામાં સર્મીલા બેન નરેશ પટેલ 776 મત સાથે વિજેતા બન્યાં હતાં. ગરબાડાના જાંબુઆમાં સૂરમીલાબેન સુરેશભાઇ પારઘી, થાળામાં ભુરાભાઈ તીતાભાઇ તાવીયાડ, નસીરપુરમાં રમેશ ચુનિયા બારીયા વિજેતા જાહેર થયા હતા.

સિંગવડની ગ્રામ પંચાયત માતાના પાલ્લામાં સરપંચના ઉમેદવાર ધીરાભાઈ રામસિંગભાઈ નીનામતને 533 મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા. તેઓ બીજી વાર ચૂંટાયા હતા. દાહોદના ચોસાલામાં જયોતિકા બેન કિશોરી વિજેતા થયાં હતાં. નોંધનીય છે કે સીંગવડ તાલુકાના પિસોઈ ગામે ચૂંટણીના પરિણામ બાદ હારેલા ઉમેદવારના સમર્થકોએ વિજેતા ઉમેદવારના સમર્થકો અને પથ્થરમારો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં એક ઘાયલ 108 દ્વારા સીએસસી રેફરલ હોસ્પિટલ સિંગવડ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.

રેણુકા બેન ડામોર 21 વર્ષની વયે જિલ્લાની સૌથી નાનીવયનાં મહિલા સરપંચ બન્યાં
રેણુકા બેન ડામોર 21 વર્ષની વયે જિલ્લાની સૌથી નાનીવયનાં મહિલા સરપંચ બન્યાં

દેવગઢ બારીયા તાલુકામાં નાળાતોડ ગામમાં ભુપેન્દ્રસિંહ અમરસિંહ રાઠવા 1720 મત મેળવીને વિજેતા બન્યા હતા. તાલુકાના ફુલપરા ગામમાં અજયસિંહ મેડા મત 411 મત મેળવીને વિજેતા બન્યા હતા. હીન્દોલીયા ગામમાં રમતીબેન મગનભાઈ ભીલ 68 મત મેળવીને વિજેતા બન્યા હતા. નાની ઝરી ગામમાં મમતા બેન હિમ્મતભાઈ બારીયા 589 મત મેળવીને વિજેતા બન્યા હતા. જંબ્બુશર ગામમાં મંજુલા અર્જુનસિંહ બારીયા 142 મત મેળવીને વિજેતા બન્યાં હતાં. ઉપરાંત દેવીરામપુરામાં કમલીબેન અભેસિંહ રાઠવા 798 મત મેળવીને વિજેતા બન્યાં હતાં.

નોંધનીય છે કે દેવીરામપુરામાં વોર્ડ નંબર.4 ના ભુપેન્દ્રસિંહ બારીયાની સભ્ય પદની ડિપોઝીટ જીરો મત મળતાં જપ્ત કરી લેવામાં આવી હતી. તેમજ વોર્ડ નંબર સાતમાં મેતરા મંજ્જિ રાઠવા તથા રવીકુમાર ખુમના રાઠવાને ટાઈ પડતાં ચીઠ્ઠી ઉછાળતાં રવીકુમાર વિજેતા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...