આજે નક્કી થશે ગામનો રાજા:દાહોદ, બારિયામાં આજે રાત્રે 12.30 વાગે મતગણતરી પૂર્ણ થવાનો અંદાજ

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ : એક રાઉન્ડ પાછળ દોઢથી અઢી કલાકનો અંદાજ : મતદારોમાં ઉત્સાહ

દાહોદ જિલ્લામાં રવિવારે થયેલા મતદાનની મંગળવારે મતગણતરી યોજાનાર છે. ત્યારે આ મતગણતરી દાહોદ અને દેવગઢ બારિયામાં મધ્ય રાત્રે પૂર્ણ થશે તેવો અંદાજ મંડાઇ રહ્યો છે. આ સાથે અન્ય તાલુકાની પંચાયતોની ગણતરી પૂર્ણ કરતાં 6થી 8 વાગશે. જોકે, વિવિધ તાલુકામાં હોલની સંખ્યા મુજબ ક્યાંક છ તો ક્યાંક દસ પંચાયતની એક સાથે ગણતરી કરવામાં આવનાર છે.

દાહોદ જિલ્લામાં મંગળવારે મતગણતરી મધ્ય રાત્રે પૂર્ણ થશે. જેમાં દાહોદ તાલુકાની જ વાત કરાય તો અહીં 55 પંચાયતો છે અને એક સાથે દસ પંચાયતની ગણતરી કરવામાં આવશે. મત છુટ્ટા કર્યા બાદ માન્ય અને રદને જુદા તારવવાની કામગીરી બાદ બંનેના 50-50ના બંડલ તૈયાર કરવામાં આવશે. મત જુદા કરવાથી માંડીને ઘોષણા સુધી એક રાઉન્ડમાં નાની પંચાયત હોય તો દોઢ અને મોટી પંચાયત હોય તો અઢી કલાકનો સમય લાગશે તેવો અંદાજ મંડાઇ રહ્યો છે.

ત્યારે દાહોદમાં મતગણતરી પૂર્ણ કરતાં રાતના 12.30 વાગી શકે છે. દેવગઢ બારિયામાં 51 પંચાયત છે અને અહીં એક સાથે 8 પંચાયતની ગણતરી કરાશે. ત્યારે અહીં પણ રાતના 12.30 વાગશે. ગરબાડામાં 22 પંચાયત અને 6 પંચાયતની એક સાથે ગણતરી થતા રાતના 8 વાગશે. તેવી જ રીતે ઝાલોદમાં 43 પંચાયત છે અને અહીં 10 પંચાયતની એક સાથે ગણતરી થશે છતાય રાતના 9 વાગશે.

ફતેપુરામાં 32 પંચાયત પૈકીની એક સાથે 8ની ગણતરી થતાં રાતના આઠ સંજેલીમાં 12 પંચાયતમાં એક સાથે બેની ગણતરીમાં સાંજના 6 લીમખેડામાં 38 પંચાયતમાં એક સાથે 10ની ગણતરી થતાં સાંજના છ, ધાનપુરમાં 44 પંચાયતમાં એક સાથે 8ની ગણતરી છતાં8 અને સીંગવડમાં 30 પંચાયતમાં એક સાથે6 પંચાયતની ગણતરી કરાશે તો પણ સાંજના છ વાગ્યે મતગણતરી પૂર્ણ થવાનો અંદાજ છે. કોઇ પંચાયતમાં જો રીકાઉન્ટીંગ થશે તો ત્યાં હજી મોડુ થવાની શક્યતા રહેશે.

1564 કર્મી જોતરાશે
જિલ્લામાં મતગણતરીમાં 1564 કર્મચારી જોતરવામાં આવશે. તેમાં 72 ચુંટણી અધિકારી, 72 મદદનીશ ચુંટણી અધિકારી, 959 મતગણતરી સ્ટાફ, 144 મતગણતરી આરોગ્ય સ્ટાફ અને 317 વર્ગ-4ના કર્મચારી જોતરનાર છે.

અહીં મતગણતરી..

 • દાહોદમાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
 • ગરબાડામાં મોડેલ સ્કુલ
 • ઝાલોદમાં સરકારી વિજ્ઞાન કોલેજ
 • ફતેપુરામાં શ્રી આઇ.કે હાઇસ્કુલ
 • સંજેલીમાં મામલતદાર કચેરી
 • લીમખેડામાં મોડેલ સ્કુલ
 • ધાનપુરમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા
 • સીંગવડમાં આઇટીઆઇ બિલ્ડીંગ
 • દે. બારિયામાં મોડેલ સ્કુલમાં મતગણતરી યોજાશે.

પંચમહાલ જિલ્લામાં આજે 7 કેન્દ્રો પર મતગણતરી યોજાશે
પંચમહાલ જિલ્લાની 350 ગ્રામ પંચાયતમાં 348 ગ્રામ પંચાયતની ચુંટણીનું મતદાન થતાં સરપચ અને વોર્ડ સભ્યોના ભાવી મતપેટીમાં સીલ થયા હતા. ચુંટણીનું 79.47 ટકા મતદાન થયું છે. મતપેટીઅોને કેન્દ્રો પર બદોબસ્ત સાથે ગોઠવી દેવાયા હતા. મંગળવારે સવારે 8 વાગે 348 પંચાયતની ચુંટણીના મતોની ગણતરી શરૂ કરાશે. મતગણતરી કરવા શિક્ષકો સહીત કર્મીઅોને અગાઉથી ટ્રેનિગ અાપી દેવાઇ છે. જેથી મતગણતરીના દિવસે કોઇ અડચણ ઉભી ન થાય. બેલેટ પેપરના લીધે કેટલીક પંચાયતના પરિણામ મોડી રાત સુધી અાવવાની શકયતા છે.

તાલુકો મત ગણતરીનું સ્થળ

ગોધરા સરકારી પોલીટેક્નિક કોલેજ, ગદુકપુર, ગોધરા

કાલોલ અેમ અેમ ગાંધી અાર્ટસ અેન્ડ કોમર્સ કોલેજ, કાલોલ

હાલોલ સરકારી પોલીટેક્નિક કોલેજ, કંજરી રોડ, હાલોલ

ઘોઘંબા શ્રી વી અેચ વરીઅા હાઇસ્કુલ, ઘોઘંબા.

જાંબુઘોડા સરકારી અાઇ ટી અાઇ, ખરેડીવાવા, જાંબુઘોડા

શહેરા મોડલ સ્કુલ, કાંકરી, શહેરા

મોરવા(હ) સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, મોરવા(હ).

લુણાવડામાં એક સાથે 15 ગ્રામ પંચાયતોની મત ગણતરી થશે
મહીસાગરની 252 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ જેમાં 80.58 ટકા થયું હતું હતું. લુણાવાડાની 90, ખાનપુરની 24, સંતરામપુરની 52, કડાણાની 37, બાલાસિનોરની 30 અને વીરપુરની 19 પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી. ે ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. ત્યારે મંગળવારે મતગણતરી યોજાનાર છે. તમામ સ્ટ્રોંગ રૂમ આગળ પોલીસનો ચુસ્ત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. લુણાવાડા તાલુકાની સૌથી વધુ 90 પંચાયતો હોવાથી એક સાથે 15 પંચાયતોની મત ગણતરી થશે.

અન્ય સમાચારો પણ છે...