ગોરખધંધો:દાહોદના છાપરીમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ; નિવૃત પોલીસપુત્ર, પત્રકાર સહિત ત્રણની ધરપકડ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસને મળી આવેલી ખાલી બોટલો અને બુચ જ્યારે બીજી તસવીરમાં કેમિકલ ભરેલા કારબા, ત્રીજી તસવીરમાં બનાવાયેલો નકલી દારૂ અને છેલ્લે આરોપીઓ નજરે પડે છે. - Divya Bhaskar
પોલીસને મળી આવેલી ખાલી બોટલો અને બુચ જ્યારે બીજી તસવીરમાં કેમિકલ ભરેલા કારબા, ત્રીજી તસવીરમાં બનાવાયેલો નકલી દારૂ અને છેલ્લે આરોપીઓ નજરે પડે છે.
  • ચૂંટણીમાં નકલી જથ્થો ઠલવાતા પહેલાં ઝબ્બે
  • ​​​​​​પેવર બ્લોકની ફેક્ટરીની આડમાં 10 દિવસ પહેલાં ગોરખધંધો ચાલુ કર્યો હતો
  • દારૂ બનાવવાનું કામ કરવા માટે રાજસ્થાનનો નિષ્ણાત રાખ્યો હતો
  • દારૂના 2500 ક્વાર્ટર, 90 ખાલી બોટલ, 75 બુચ, સ્ટિકરની 19 શીટ મળી
  • 130 લિટર કેમિકલ, 6 કારબા સહિત 5,15,500નો મુદ્દામાલ જપ્ત કરાયો

દાહોદથી માંડ બે કિમી દુર છાપરી ગામમાં ઝાલોદ હાઇવે પર પેવર બ્લોકની ફેક્ટરીની આડમાં 10 દિવસ પહેલાં જ નકલી દારૂ બનાવવાનો શરૂ કરેલો ગોરખધંધો એસઓજીએ ઝડપી પાડ્યો હતો. પોલીસને નકલી દારૂની તૈયાર કરેલી 2500 બોટલો મળી આવી હતી. આ જથ્થો ગ્રામ પંચાયતની ચુંટણીમાં વહેંચણી માટે તૈયાર કરાયાની શંકા છે. પોલીસે દારૂ બનાવવાના 130 લીટર લીક્વીડ સાથે કુલ 5.50 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. દારૂ બનાવવાના પ્રકરણમાં સુખસર, લીમખેડા અને ઝાલોદના 3 યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

જપ્ત કરેલો મુદ્દામાલ
જપ્ત કરેલો મુદ્દામાલ

દાહોદ નજીક છાપરીમાં ઝાલોદ રોડ પર આવેલી સાંઇ પેવર પ્રોડક્ટ નામક ફેક્ટરીમાં દારૂ બનાવાતો હોવાની બાતમી એસ.પી હિતેશ જોયસરને મળી હતી. જ્યાં SOG પી.આઇ એચ.પી કરેણ સહિતની ટીમે છાપો માર્યો હતો. જ્યાં બનાવટી દારૂ રોયલ સ્ટેગની 50 પેટી અને છુટ્ટી 100 મળીને કુલ 2500 ક્વાર્ટર મળ્યા હતાં. 4.50 લાખના નકલી દારૂ સાથે રોયલ સ્ટેગની ખાલી 90 બોટલો, 75 બુચ, 42 ઢાકણ, સ્ટીકર ચોંટાડેલા ખાખી કલરની શીટો, બે ગળણી, 44 ખાખી પુઠ્ઠા કબજે લીધા હતાં.

જપ્ત કરેલો મુદ્દામાલ
જપ્ત કરેલો મુદ્દામાલ

અહીંથી એક વીજ બીલ તથા ગ્રીટ ડીલેવરી ચલણની ત્રણ નકલો, સાંઇ પેવર પ્રોડક્ટના નામના બે બીલ મળ્યા હતાં. દારૂ બનાવવા ઉપયોગમાં લેવા રાખેલ નાના-મોટા 4 કારબામાંથી 130 લીટર લીક્વીડ મળ્યુ હતું. પોલીસે 5,15,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગોરખધંધામાં જમીન ભાડે રાખી ફેક્ટરી ચલાવતા સુખસરના મેઇન બજારના શબ્બીર રહીમ મોઢીયા, ફેક્ટરીની દેખરેખ રાખનાર લીમખેડા માર્કેટ રોડનો કલ્પેશ ભોગીલાલ દરજી અને દાહોદ જીવનદીપ સોસાયટીનો અમીત જયેન્દ્ર પારેખ ઝડપાયા હતાં. દારૂ બનાવવા માટે રાખેલો રાજસ્થાનના બાંસવાડાનો નિષ્ણાંત નિરપાલસિંગ મળ્યો ન હતો. આ ચારે સામે ગુનો દાખલ કરાયો હતો.

આરોપીઓની તસવીર
આરોપીઓની તસવીર

પત્રકાર, પોલીસ પુત્ર, ફોટોગ્રાફરની ત્રિપૂટી
નકલી દારૂ બનાવતી ફેક્ટરી ધમધમાવતી ત્રિપુટીમાં શબ્બીર મોઢીયા જાતને પત્રકાર કહેવડાવતો હતો. અમીત પારેખના પિતા પોલીસ વિભાગમાંથી નિવૃત છે. અમિત થોડા સમય પહેલાં ગોધરામાં દારૂની હેરાફેરીમાં પકડાતા જામીન મુક્ત થઇને આવ્યો છે. સુખસરના ફોટોગ્રાફર કલ્પેશ દરજીની સાસરી લીમખેડા છે જ્યાં ફોટો સ્ટુડીયો શરૂ કર્યો છે. દસ વર્ષ પહેલાં સુખસર સ્થિત ફોટો સ્ટુડિયોમાં બે હજારની નકલી નોટ છાપવાના પ્રકરણમાં તે પકડાયો હતો.

વેચાણમાં ભાગ હતો કે પગાર આપતાં એ તપાસનો વિષય
નકલી દારૂ બનાવવા માટે નિષ્ણાંત એવા બાંસવાડાના યુવકને ઉપયોગમાં લેવામાં આવતો હતો. રાજસ્થાની યુવકને દારૂ બનાવવા માટે મહેનતાણું અપાતું હતું કે તેમનો વેચાણમાં ભાગ હતો તે પોલીસની પુછપરછ બાદ જ જાણી શકાય તેમ છે.

કેમિકલ ઇથેનોલ આલ્કોહોલ હોવાની શંકા
કેમીકલ ઇથેનીલ આલ્કોહોલ હોવાની શંકાઓ છે. ફેક્ટરીમાં મોકલાતા આ કેમીકલની ટેન્કરોમાંથી ચોરી કરીને આ કામ થતુ હોવાનું ભૂતકાળમાં જે ફેક્ટરીઓ પકડાઇ તેમાંથી સામે આવ્યુ છે. છાપરીમાંથી પકડાયેલુ આ કયુ કેમીકલ છે તે Lના રિપોર્ટ બાદ જાણી શકાશે તેમ SOG PI એચ.પી કરેણે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...