બંધ કરો સંક્રમણના વિકાસની નેતાગીરી:ત્રીજી લહેર તરફ કોરોનાની આગેકૂચ: કિશોર, શિક્ષિકા, તબીબ પણ કોરોનામાં સપડાયા

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિનાઓથી બંધ થયેલા સંક્રમણના કેસ ફરી માથું ઊચકી રહ્યા છે ત્યારે નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિના ટોળે વળે છે
  • માસ્ક ભૂલ્યા પણ ખેસ ના ભૂલ્યા

કોરોનાના કેસ દિવસેને દિવસે વધીને ત્રીજી લહેરની દસ્તક દઇ રહ્યાં છે. જો કે આવા માહોલ વચ્ચે પણ કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે તેવી બેજવાબદારીભરી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની જાગૃતિ દાખવવાની જગ્યાએ નેતાઓ સમાજમાં અવળો મેસેજ ફેલાવી રહ્યાં છે.

ભાજપના વિવિધ શહેરના સંગઠનોએ ભેગા મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યની કામના કરી હતી. પરંતુ તેઓ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ભુલ્યા હતાં પણ ખેસ ભૂલ્યા ન હતાં. ગોધરા, દાહોદ અને કડાણાની આ તસવીરો છે કે જેમાં ભાજપના કાર્યકરો જાહેરમાં ભેગા મળ્યા હતાં પ્રધાનમંત્રીના સારા આરોગ્યની કામના કરવા પણ તેમાં નાગરિકોના આરોગ્યની કામનાને અવગણી હતી. ત્રણેય જિલ્લાઓમાં કેસ નોંધાઇ રહ્યાં છે ત્યારે આ વલણ ભારે પડી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્વ મોદીના કાફલાને પંજાબમાં રોકી લેવાતા તથા આંતકવાદને છાવરવાની નબળી માનસિકતાને વખોડતા ગોધરા, દાહોદ, કડાણા તાલુકા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ભગવાન સદબુદ્ધિ આપે તેવા બેનર અને સૂત્રો સાથે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પ્રાર્થના કરવામાં આવી હતી.

જેમા તાલુકા પ્રમુખ,તાલુકા મહામંત્રી સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજયના પાઠ તથા 108 વાર ૐ નમઃ શિવાયના જાપ જલારામ મંદિર, મંડાવાવ રોડ દાહોદ, ગોધરામાં ગોધરામાં બાવાની મઢી સ્થિત મહાદેવના મંદિરે કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજકીય પક્ષ મેળાવડા બંધ કરવા જોઇઅે અને લોકોઅે માસ્ક ફરજીયાત પહેરવુ જોઇઅે.

અન્ય સમાચારો પણ છે...