દાહોદના દેલસર ગામે આવેલી દાહોદની સૌથી મોટી નેત્ર નિદાન હોસ્પિટલ દ્રષ્ટિ નેત્રાલય ખાતે સોમવારથી શનિવાર સુધી દરરોજ સવારે 8 થી12 વાગ્યા સુધી નિઃશુલ્ક નેત્ર તપાસ અને નિદાન કેમ્પ સેવા શરૂ કરવામાં આવી છે. આધારકાર્ડ લાવવાથી દૈનિક ધોરણે ગરીબ દર્દીઓને મફત નિદાન અને તપાસ સુવિધા દ્રષ્ટિ નેત્રાલય ખાતે ઉપલબ્ધ થશે.
આ સેવા અંતર્ગત આંખની બિમારીનું નિદાન અને સારવાર કુશળ ડોક્ટર્સ અને ટેકનીશીયનની ટીમ દ્વારા આધુનિક સાધન સુવિધાયુકત દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલમાં કરવામાં આવશે. તેમાંથી જરૂર જણાયેલા ગરીબ અને નબળા વર્ગના દર્દીઓને નિયત આપેલી તારીખે ઓપરેશન કરી આપવામાં આવશે. કેમ્પમાંથી તારીખ આપેલ દિવસે ઓપરેશન વાળા દર્દીઓને ઓઢવાનું તેમજ સગાને સાથે લાવવું જરૂરી છે. ઓપરેશનના દિવસે આવો ત્યારે દર્દીએ રાશન કાર્ડ તેમજ આધાર કાર્ડ અથવા બી.પી એલ કાર્ડ દાખલો લાવવો જરૂરી છે.
ડો શ્રેયાબેન શાહ દ્વારા કેમ્પના કાર્યમાં સાથ સહકાર તેમજ નિદાન કેમ્પની જાણકારી તમારી આસ-પાસ આડોશી પાડોશી અને ગામમાં સોસાયટીમાં આપી દ્રરીદ્રનારાયણંની સેવામાં મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.