તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:દાહોદમાં નવા 26 કેસ સાથે કોરોનાની આગેકૂચ

દાહોદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
દાહોદમાં રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. - Divya Bhaskar
દાહોદમાં રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.
 • એપ્રિલના માત્ર 5 દિવસમાં જ 127 નવા કેસ: એક્ટિવ કેસોની સંખ્યા 199 થઇ

દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા. દાહોદ શહેર અને જિલ્લામાં તા. 5એપ્રિલના રોજ Rtpcr ટેસ્ટના 959 સેમ્પલો પૈકી 20 પોઝિટિવ આવ્યા છે. તો રેપીડના 1315 સેમ્પલો પૈકી 6 પોઝિટિવ નોંધાયા હતા. સોમવારે નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 3 સહિત દાહોદ ગ્રામ્યના 5, ફતેપુરાના 7, ઝાલોદ ગ્રામ્યના 4, દેવગઢ બારીયા અર્બનનાં 2 તથા ઝાલોદ અર્બન, લીમખેડા, સીંગવડ, ગરબાડા અને સંજેલીના 1 -1 કેસ નોંધાયા હતા.

આ સાથે જિલ્લામાં સાજા થયેલા 18 લોકોને ડિસ્ચાર્જ કરાતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 199 થઇ છે. એપ્રિલ માસમાં પ્રથમ પાંચ દિવસમાં જ સરકારી આંક અનુસાર કુલ 127 નવા કેસ નોંધાયા છે. સાથે જ દાહોદની ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર પામી રહ્યાં છે.

ગોદીરોડ ખાતે 578 લોકોએ લાભ લીધો
લાયન્સ કલબ ઓફ દાહોદ ગોદીરોડ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે 3 થી 5 એપ્રિલ મિશન હોસ્પિટલમાં અને રાજસ્થાન પંચાયત ભવન ઠક્કરફળિયા ખાતે આયોજિત રસીકરણ કેમ્પનો 578 લાભાર્થીએ લાભ લીધો હતો. લાયન્સ કલબ ગોદીરોડના સભ્યોએ સેવા આપી હતી. ડિસ્ટ્રિક્ટ વડા ગવર્નર જે.પી. ત્રિવેદીએ આ કેમ્પની મુલાકાત લીધી હતી.

ગોવિંદનગર ખાતે 467 લોકોએ રસી લીધી
દાહોદ આરોગ્ય તંત્ર અને દાહોદના ગોવિંદનગર વોર્ડ નં.4ના ભાજપ સંગઠનના સંયુક્ત ઉપક્રમે 45થી વધુ વયના માટે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. નગર પ્રમુખ રીનાબેન પંચાલ, કાઉન્સિલર ભાવનાબેન, તુલસી જેઠવાની અને રાકેશ નાગોરી વગેરેની ઉપસ્થિતિમાં 4 એપ્રિલે સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કુલ મળીને 467 લોકોએ રસીકરણ કરાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો