તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:વિરપુરમાં કોરોના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણનું અભિયાન પૂરજોશમાં

વિરપુર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
આરોગ્ય વિભાગ દ્વારા વિરપુરમાં કેન્દ્રો ઉભા કરી રસી અપાઇ રહી છે - Divya Bhaskar
આરોગ્ય વિભાગ દ્વારા વિરપુરમાં કેન્દ્રો ઉભા કરી રસી અપાઇ રહી છે
 • भाભાસ્કર વિશેષ |45થી વધુ ઉંમરના નાગરિકોને કોરોનાથી બચાવવા રસી આપવાનો પ્રારંભ

મહિસાગર જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કોરોના રસીકરણ અભીયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વિરપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા 45થી વધુ ઉમંરના નાગરીકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તાલુકાની ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત વિરપુર સીએચસી કેન્દ્ર ખાતે રસી મુકવાનું પુરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ તાલુકામાં ત્રણ આરોગ્ય કેન્દ્ર અને એક પીએચસી કેન્દ્ર પર 45થી 60ની વચ્ચેની વયના 3382 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 60થી ઉપરના અને 45થી વધુ ઉમંરના નાગરીકોએ અત્યારસુધીમાં કુલ 3382 અને 60થી વધુ વયવાળા 11941 લોકોએ લાભ લીધો છે.

ઉપરાંત રસી લેનારાઓને સમજ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાના મોટી અસર વર્તાય તે માટેની જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે અત્યારસુધીમાં આડ અસરની કોઈ ઘટના નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો