કોરોના અપડેટ:3 જિલ્લામાં વધુ 44ને કોરોનાનું સંક્રમણ

પંચમહાલ, દાહોદ, મહીસાગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંતરામપુર : 01, ગોધરા : 11, હાલોલ : 03, કાલોલ : 02, દાહોદ : 17, લુણાવાડા : 05, બાલાસિનોર : 05
  • દાહોદ / એસ.પી,તેમના પત્ની સહિત વધુ 17 કોરોના પોઝિટિવ આવ્યા

દાહોદ શહેરમાં શુક્રવારના રોજ વઘુ 17 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જેમાં દાહોદ એસ.પી અને તેમના પત્નીનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે એક દર્દીને રજા અપાઇ હતી. એક્ટિવ કેસની સંખ્યા 57 ઉપર પહોંચી ગઇ હતી. દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 1846 લોકોના આરટીપીસીઆર અને 452 લોકોનો રેપીડ ટેસ્ટ કરાયો હતો. તેમાં 13 લોકો આરટીપીસીઆર અને 4 રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતાં. એક્ટિવ છે.

ગરબાડાની એક વર્ષિય બાળકીના શરીરમાં લોહી ઓછુ હોવાથી ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી. તેને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા હતાં. જેથી તકેદારીના ભાગ રૂપે 5 જાન્યુઆરીના રોજ કોરોનાને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 6 જાન્યુઆરીના રોજ આ બાળકી પોઝિટિવ આવી હતી. બાળકીને ઝાયડસ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખસેડવામાં આવી હતી. બાળકીની સુષુશ્રા માટે તેની માતા આગળ આવી હતી. માતાને પીપીઇ કીટ આપવામાં આવી હતી. જોકે, તે જોઇ બાળકી ડરતી હોવાથી માતાએ PPE કીટ ઉતારી ફેંકી હતી.

પંચમહાલમાં નર્સીંગની વધુ 1 વિદ્યાર્થિની સહિત 16 સંક્રમિત, મોરવા(હ) તાલુકાના તમામ હાટ બજારો બંધ કરવાનો હુકમ
ગોધરા : પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોરોનાના 16 કેસ નોંધાતા જિલ્લામાં 9695 કેસ થયા હતા. શુક્રવારે શહેરી વિસ્તારમાંથી 12 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. જયારે કોરોના સંક્રમણ ગ્રામીણ વિસ્તારમાં પ્રસરતાં 4 કોરોના કેસ નોધાયા છે. અામ જીલ્લામાં ગોધરામાં 11, હાલોલમાં 3 તથા કાલોલમાંથી 2 કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ અાવ્યો છે. ગોધરામાં નર્સીગ સ્કુલની અેક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ અાવતાં નર્સીગ સ્કુલની કુલ 18 વિદ્યાર્થીનીઅો કોરોના સંક્રમિત થઇ છે. મોરવા હડફ મામલદારે તાલુકામાં દર સોમવારે મોરા, બુધવારે મોરવા(હ) તથા શનિવારે નાટાપુર ખાતે ભરાતા તમામ હાટ બજાર બંધ કરવાનો હુકમ કર્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પર દાહોદના 6 પૈકી 2 પોઝિટિવ : યાત્રા રદ
દાહોદ: દાહોદ શહેરમાંથી દુબઇ જવા માટે છ લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તમામ નેગેટિવ આવ્યા હતાં. 6 તારીખે એરપોર્ટ ઉપર છએ લોકોનો ફરીથી એરપોર્ટ ઓર્થોરીટી દ્વારા ટેસ્ટ કર્યો હતો. ત્યારે છ પૈકીના બે પોઝિટિવ આવી ગયા હતાં. તમામ છએ લોકોને પોતાની દુબઇની યાત્રા રદ કરવાની ફરજ પડી હતી.

મહીસાગરમાં 6 વર્ષની બાળકી સહિત કોરોનાના 11 કેસ નોંધાયા
મહીસાગર
જિલ્લામાં શુક્રવારે 11 કેસો મળ્યા છે. જેમા લુણાવાડામાં 5, બાલાસિનોરમાં 5 તથા સંતરામપુરમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 5 દર્દીઅો સાજા થયા છે. બાલાસિનોરમા એક સાથે 5 કોરોના પોઝેટીવ કેસ નોધતાં તંત્ર દોડતું થયું છે. બાલાસિનોરમા 6 વર્ષની બાળકી પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે કોન્ટેંક્ટ ટ્રેસીંગની પ્રક્રિયા હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...