તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:દાહોદની ITIમાં કોરોના ટેસ્ટ કેમ્પ, તમામ 103 સેમ્પલ નેગેટિવ

દાહોદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે શુક્રવારે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં આઇટીઆઇના અધિકારીઓ, કર્મીઓએ સહિત કુલ 103 લોકોના સેમ્પલ લેવાયા હતા. કોરોના ટેસ્ટના બધા સેમ્પલનું પરીણામ નેગેટિવ આવ્યું હતું. ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય કે.બી. કણઝરીયાએ જણાવ્યું કે, કોરોના મહામારી સામે સાવચેતી જ બચાવ છે. માટે આઇટીઆઇ ખાતે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કર્યું હતું.

કર્મચારીઓએ સામે ચાલીને ટેસ્ટ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ ટેસ્ટ ઇઝ બેસ્ટનું સૂત્ર આપ્યું છે. કારણ કે ટેસ્ટ કરાવાથી કોરોના સંક્રમણની જાણ જલ્દી થઇ જાય છે અને જેટલી જલ્દી આ બિમારીની જાણ થાય એટલી જલ્દી સારવાર લઇને કોરોનાથી મુક્ત થઇ શકાય છે. સાથે આપણા નિકટના સંબધીઓને પણ આ બિમારીના સંક્રમણને રોકી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...