તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સંજેલીમાં 11 વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજેલીમાં માસ્ક વિના ફરતા લોકોના રોડ પર જ રેપિડ ટેસ્ટ કરાયા હતા.  - Divya Bhaskar
સંજેલીમાં માસ્ક વિના ફરતા લોકોના રોડ પર જ રેપિડ ટેસ્ટ કરાયા હતા. 
  • માસ્ક વિના ફરતા લોકોના રેપિડ ટેસ્ટ, સ્થળ પર જ 7 હજાર દંડ વસૂલાયો

સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગ આરબીએસકે ટીમ, મામલતદાર તેમજ પોલીસ તંત્ર દ્વારા શુક્રવારના રોજ બજારમાં માસ્કવિના ફરતા લોકોનો રેપિડ ટેસ્ટ તેમજ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રોડ પર તેમજ દુકાનોમાં સ્થળ પરજ ટેસ્ટ કરાતાં લોકોમાં નાસભાગ જોવા મળી હતી.સંજેલી તાલુકા મથકે આજે શુક્રવાર હાટબજારના દિવસે આરોગ્ય વિભાગની ધનવંતરી રથ તેમજ આરબીએસકે આરોગ્ય વિભાગની ટીમ તેમજ મામલતદાર પી.આઈ. પટેલ, પી.એસ.આઈ. આર.કે.રાઠવાની ટીમ દ્વારા સંજેલી બજારમાં માસ્ક વિના બિન્દાસ ફરતા ઝડપાયેલા 11 લોકોનું રોડ પર જ તેમજ દુકાનોમાં સ્થળ પર જ ટેસ્ટ કર્યા હતા. જેના કારણે આસ પાસના લોકોમાં નાસભાગ જોવા મળી હતી. લેવાયેલા તમામ ટેસ્ટ નેગેટિવ જાહેર કર્યાં હતાં. સાથે સાથે પોલીસ વિભાગની ટીમ દ્વારા માસ્ક પહેર્યા વિના ઝડપાયેલા સાત લોકો પાસેથી 7000નો દંડ વસૂલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...