તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Dahod
 • Corona Positive To 55 Government Teachers; Devgarh Baria And Dahod Talukas Suffered The Most, With Five Secondary School Teachers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદમાં કોરોનાનો કહેર:55 સરકારી શિક્ષકોને કોરોના પોઝિટિવ; દેવગઢ બારિયા અને દાહોદ તાલુકામાં સૌથી વધુ ભોગ બન્યા, માધ્યમિક શાળાના પાંચ શિક્ષકો

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જ નોંધાઇ રહ્યો છે. ત્યારે જિલ્લામાં પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરાવતાં શિક્ષકો પણ તેનો ભોગ બન્યા છે. જિલ્લામાં ગત તારીક 16 માર્ચથી માંડીને 26 માર્ચના સમય ગાળામાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ભોગ બન્યા હતાં.

જેમાં દાહોદ તાલુકામાં 12, દેવગઢ બારિયા ​​​​​​​તાલુકામાં 17, ધાનપુર તાલુકામાં 3, ફતેપુરા તાલુકામાં 3, ગરબાડા તાલુકામાં 3 અને લીમખેડા તાલુકામાં 4 અને ઝાલોદ તાલુકામાં 8 શિક્ષકોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું. જિલ્લાના સંજેલી અને સીંગવડ તાલુકામાં હાલ એક પણ શિક્ષક પોઝિટિવ નોંધાયો નથી. આ સાથે જિલ્લાની વિવિધ સરકારી માધ્યમિક શાળાના પણ પાંચ શિક્ષકો પણ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો છે જ્યારે ખાનગી શાળાના શિક્ષકો પણ કોરોનાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં વધુ 21 લોકો કોરોના સંક્રમિત થયા
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો આગામી દિવસોમાં કફોડી સ્થિતિ સર્જે તેમ જોવાઇ રહ્યું છે. રવિવારના રોજ પણ વધુ 21 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતું. આરોગ્ય વિભાગ દ્વારા 633 આરટીપીસીઆર અને 876 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં આરટીપીસીઆરમાં 20 અને રેપીડમાં એક વ્યક્તિ પોઝિટિવ હોવાનું જોવા મળ્યુ હતું. પોઝિટિવ આવેલા લોકોમાં દાહોદ શહેરના 11, દાહોદ ગ્રામ્યનો 1, ઝાલોદ અર્બનના 2, ઝાલોદ ગ્રામ્યના 4, લીમખેડાનો એક, સંજેલીનો એક અને ફતેપુરાનો એક મળીને કુલ 21 કેસ સામે આવ્યા હતાં. રવિવારના રોજ સાજા થયેલા 12 લોકોને રજા અપાઇ હતી. સદભાગ્યે કોરોનાથી કોઇ વ્યક્તિનું મૃત્યુ નોંધાયુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો