તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદમાં 10 દિવસ બાદ કોરોના પોઝિટિવ વૃદ્ધનું મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોઝિટિવ આવેલા વૃદ્ધે વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો

ત્રીજી લહેરના ભય વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં આવેલા 6 કેસ દાહોદ જિલ્લા માટે સારી નીશાની નથી. શનિવારે તો આ દર્દીઓમાંથી લીમખેડાના એક 80 વર્ષના વૃદ્ધનું મોત નોંધાતા ખળભળાટ મચી ગયો છે. લીમખેડા તાલુકાના પાડા ગામના એક 80 વર્ષીય વૃદ્ધની 24 તારીખે તબિયત ખરાબ થતા તેમનો rtpcr ટેસ્ટ કરાયો હતો. 25 તારીખે તેમને ઝાયડ્સ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. 26મી તારીખે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સારવાર દરમિયાન વૃદ્ધનું 27મી તારીખે નિધન થઈ ગયું હતું. જે આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે જાહેર કરાયું હતું. વૃદ્ધ અને તેમના પત્નિ બંને એકલા રહે છે ત્યારે તેમણે કોરોના વેકસીનનો એક પણ ડોઝ લીધો નહિ હોવાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લામાં ગત સપ્તાહમાં કેસોની સંખ્યા શૂન્ય થઇ જતાં હાશ થઇ હતી. જોકે છેલ્લા ત્રણ દિવસથી ફરીથી કેસોની સંખ્યા ધીમે-ધીમે વધી ગઇ હતી. ત્રણ દિવસમાં 6 કેસ નોંધાયા હતા. પોઝિટિવ આવેલા લોકોને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

છુટછાટ મળ્યા બાદ શહેર સહિત જિલ્લામાં સોશિયલ ડિસ્ટેન્સિંગને લોકો ભુલી ગયા હોવાનું જોવાય છે. બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર તથા અન્ય સ્થળો ઉપર ભીડના દ્રષ્યો હવે પહેલાં જેવા સામાન્ય જોવા મળી રહ્યા છે. હવે તો ઘણા લોકો માસ્ક વગર પણ ફરતા જોવા મળી રહ્યા છે. કોરોના મંદ પડ્યો છે પણ તે સંપૂર્ણપણે ગયો ન હોવાથી તેના સંક્રમણને રોકવા માટે વેક્સિન ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સની જરૂરિયાત જણાઇ રહી છે.

બીજી લહેરમાં સ્વજનો ગુમાવ્યા હતાં
બીજી લહેર ભલે મંદ પડી ગઇ છે પરંતુ તેમાં સંખ્યાબંધ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાનું ભુલવું ન જોઇયે. ત્રીજી લહેર પ્રજાની બેદરકારીથી જ આવી શકે તેમ છે ત્યારે હાલની પરીસ્થિતિ જોતા તેને ખુલ્લુ આમંત્રણ અપાઇ રહ્યું હોવાનું જોવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...