તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાયું, આજે કોરોના પોઝિટિવના નવા 98 દર્દી નોંધાયા

દાહોદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે એક જ દિવસમાં 11 કોરોના દર્દીના મોત થયા
 • 107 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે

દાહોદ જિલ્લામાં રવિવારે કોરોનાના કેસનું પ્રમાણ ગત સપ્તાહની દ્રષ્ટિએ પ્રમાણમાં ઘટતાં જિલ્લામાં લોકોને થોડો હાશકારો થયો છે. છેલ્લા દસ દિવસથી જિલ્લામાં દાહોદ આરોગ્ય વિભાગના આંક અનુસાર દરરોજ સરેરાશ લગભગ 100 વધુ નવા સંક્રમિતો નોંધાતા લોકોમાં એક ફડક સર્જવા પામી છે ત્યારે શનિવારે 89 અને રવિવારે 98 આંક નોંધાતા લોકોમાં આ સંદર્ભે ડરનો માહોલ થોડે અંશે ઘટવા પામ્યો છે.

રવિવારે તા.2 એપ્રિલ 2021ના રોજ દાહોદ જિલ્લામાં Rtpcr ના 1603 સેમ્પલો પૈકી 62 અને રેપીડના 785 સેમ્પલો પૈકી 36 નવા સંક્રમિતો નોંધાયા હતા. જે પૈકી દાહોદ શહેરના 21, દાહોદ ગ્રામ્ય 12, ઝાલોદ ગ્રામ્ય 3, દેવગઢ બારીયા અર્બન 1, દેવગઢ બારિયા ગ્રામ્ય 2, લીમખેડા 1, ગરબાડા 17, ધાનપુર 1, ફતેપુરા 25 અને સંજેલીના 15 કેસ નોંધાવા પામ્યા હતા. તો આ સાથે હવે કોરોનામાંથી સાજા થયેલા 107ને ડિસ્ચાર્જ કરાયા બાદ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને 848 થવા પામી છે.

દાહોદ જિલ્લામાં નોંધાયેલ મૃત્યુ આંક મુજબ રવિવારે દાહોદ ભાજપ જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ વિજયભાઈ જૈન સહિત વધુ 11 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધવા સાથે અત્યાર સુધીમાં કુલ મળીને 263 કોરોનાગ્રસ્તોના મૃત્યુ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે દાહોદના હિંદુ સ્મશાનમાં રવિવારે સાંજે 6 સુધીમાં કોરોનાગ્રસ્તો સહિત કુલ મળીને 18 લાશોની અંતિમવિધિ યોજવામાં આવી હતી.

જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 5328 ને પાર

આર.ટી.પી.સી.આરના 1603 પૈકી 62 અને રેપીડ ટેસ્ટના 785 પૈકી 36 મળી આજે ફુલ 98 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ 98 પૈકી દાહોદ અર્બનમાંથી 21, દાહોદ ગ્રામ્યમાંથી 12, ઝાલોદ ગ્રામ્યમાંથી 03, દેવગઢબારિયા અર્બનમાંથી 01, દેવગઢ બારીયા ગ્રામ્યમાંથી 02, લીમખેડામાંથી 01, ગરબાડામાંથી 17, ધાનપુરમાંથી 01, ફતેપુરામાંથી 25 અને સંજેલી માંથી 5 કેસ સામે આવ્યો છે.

આજે કોરોના સામે જંગ જીતતા 107 લોકો સાજા થયા

દાહોદ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને પગલે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે 11 દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આજે આવેલા 89 પોઝિટિવ કેસોની સંખ્યાની સરખામણીમાં જ 107 લોકોએ કોરોના સામે જંગ જીતતા આ 107 લોકો સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો 5328 ને પાર થઈ ચૂક્યો છે.

દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં પ્લાઝમા થેરાપી મશીન વસાવવા રજૂઆત થઇ
દાહોદ. દાહોદમાં કોરોના સંક્રમણનો જબરજસ્ત વ્યાપ છે ત્યારે દાહોદના યુનિટી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઝાયડ્સના વડાને પત્ર પાઠવીને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે બ્લડ બેંકમાં સેલ્ફ સેપરેટેડ/ સિંગલ પ્લેટલેટ્સ ડોનરની સુવિધા ધરાવતા એસ. ડી .પી. મશીનની ભેટ દાહોદવાસીઓને આપવા રજૂઆત થઇ છે. આ પત્રમાં જણાવ્યા અનુસાર આ પ્લાઝમા થેરાપી વડે લોકોના જીવ બચી શકે તેમ છે ત્યારે દાહોદ જિલ્લામાં આ સુવિધા સત્વરે કાર્યાન્વિત કરાવવા ઘટતું તે કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો