તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો, એક જ દિવસમાં નવા 35 કેસ નોંધાયા, સારવાર દરમિયાન 3 દર્દીના મોત

દાહોદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાહોદ શહેરમાં જ નવા 15 કેસ નોંધાયા

દાહોદ જિલ્લામાં આજે કોરોનાનો રાફડો ફાટ્યો છે. આજે એક જ દિવસમાં 35 કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સમેત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કારણ કે સમગ્ર કોરોના કાળનો આ બીજો સૌથી મોટો આંકડો છે.દિન પ્રતિદિન વધતાં કેસોને લઈ ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિગેરે સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝરની પુરજોશમાં કામગીરીનો પણ આરંભ કરી દીધો છે.

આજે વધું 3 દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં તેમના પરિવારમાં શોક છવાયો છે.

દાહોદ જિલ્લામા આજે આર.ટી.પી.સી.આર.ના 1418 પૈકી 30 અને રેપીટ ટેસ્ટના 1492 પૈકી 2 મળી આજે એકસાથે 35 કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થયો છે. આ 35 પૈકી દાહોદ શહેરના જ 15 કેસો સામે આવ્યાં છે જ્યારે દાહોદ ગ્રામ્યમાંથી 3, ઝાલોદ અર્બનમાંથી 2, ઝાલોદ ગ્રામ્યમાંથી 3, દેવગઢ બારીઆ અર્બનમાંથી 1, લીમખેડામાંથી 2, સીંગવડમાંથી 1, ગરબાડામાંથી 3 અને ફતેપુરમાંથી 5 કેસનો સમાવેશ થાય છે.

વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકસાથે 19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બીજી તરફ એક્ટીવ કેસોની સંખ્યા વધીને 222 ને પાર થઈ ચુક્યો છે.સૌથી ગંભીર બાબત એ છે કે આજે પણ 3 ના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો