તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામા કોરોના સંક્રમણ યથાવત, આજે 24 નવા કેસ નોંધાયા, 15 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 178 ઉપર પહોંચી - Divya Bhaskar
જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 178 ઉપર પહોંચી
 • વધુ એક દર્દીનુ મોત થતા મૃત્યુ આંક 106 પર પહોંચ્યો
 • આજે નોંધાયેલા 24માંથી દાહોદ શહેરના જ 10 કેસ

દાહોદ જિલ્લામાં આજે વધુ 24 કોરોના દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો જિલ્લામાં કુલ આંકડો ત્રણ હજાર 198ને પાર થઈ ચુક્યો છે. ખાસ કરીને દાહોદ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધુ ફેલાતું હોય તેમ રોજેરોજ આવતાં કેસોને જોઈ લાગી રહ્યું છે. ત્યારે દાહોદવાસીઓએ હવે કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં રાખી માસ્ક, શોસીયડલ ડિસ્ટન્સ સાથે સેનેટરાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવોજ રહ્યો.

દાહોદ જિલ્લામાઆજે આર.ટી.પી.સી.આર.ના 754 પૈકી 18 અને રેપીડ ટેસ્ટના 1269 પૈકી 06 મળી આજે 24 કેસ સામે આવ્યાં છે. આ 24 પૈકી દાહોદ શહેર માથી જ 10 કેસનો સમાવેશ થાય છે .જ્યારે દાહોદ ગ્રામ્યમાંથી 02, ઝાલોદ અર્બનમાંથી 02, ઝાલોદ ગ્રામ્યમાંથી 02, દેવગઢ બારીઆ અર્બનમાંથી 02, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 01, લીમખેડામાંથી 02, ફતેપુરામાંથી 01 અને સંજેલીમાંથી 02 કેસનો સમાવેશ થાય છે.

દાહોદ જિલ્લામાંથી વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે 15 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે ચિંતાનો વિષય એ પણ છે કે, વધતાં કેસોને કારણે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. એક્ટીવ કેસોની વાત કરીએ તો એક્ટિવ કેસોની સંખ્યા અત્યાર સુધી 178 ઉપર પહોંચી ગઈ છે. આજે વધુ એક દર્દીએ કોરોનાથી જીવ ગુમાવતાં મૃત્યુ આંક 106ને પાર કરી ગયો છે.

દાહોદ જિલ્લામાં હોળી, ધુળેટી બાદ કેસો વધવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે અને હાલ જ્યારે લગ્નસરાની સીઝન પણ ચાલતી હોય ત્યારે દાહોદ શહેરીમાં ખરીદી કરવા માટે આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોની પણ ભારે ભીડભાડ બજારોમાં જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે હવે જાહેર જનતાને પણ જાગૃતતા દાખવી અતિ આવશ્યક બની રહ્યું છે. બજારમાં જતી વેળાએ ફરજીયાત માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો