તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:દાહોદ જિલ્લાના 9 પૈકીના આઠ તાલુકાઓમાં કોરોનાનો સકંજો

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગુરુવારે દાહોદ જિલ્લામાં કોરોનાના 19 કેસ નોંધાયા
 • Rtpcr ટેસ્ટના 488 સેમ્પલો પૈકી 18 પોઝિટિવ મળ્યા

દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના 19 નવા સંક્રમિત નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તા.25 માર્ચ 2021ના રોજ જાહેર થયા મુજબ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 488 સેમ્પલો પૈકી 18 પોઝિટીવ આવ્યા છે તો રેપીડના 2023 સેમ્પલો પૈકી 1 મળી 19 પોઝિટિવ નોંધાયા હતા. નોંધાયેલ નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 3, ઝાલોદ અર્બનના 4, ઝાલોદ ગ્રામ્ય, દેવગઢ બારીયા ગ્રામ્ય અને ધાનપુરના 2 -2, દાહોદ ગ્રામ્ય, દે.બારીયા અર્બન, લીમખેડા, સીંગવડ, ગરબાડા અને સંજેલીના 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં સાજા થયેલા 8 લોકોને ડિસ્ચાર્જ કરાતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 136 થઇ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના નવ તાલુકાઓ પૈકી આઠ તાલુકાઓમાં ગુરુવારે પોઝિટિવ દર્દીઓ નોંધાતા જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે.

ખાનગી પરીક્ષણોનો આંક પણ અપાય તો જાગૃતિ વધે
​​​​​​​દાહોદ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી જાહેર થતા સરકારી આંક સિવાય પણ ખાનગી ટેસ્ટ બાદ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો આંક પણ રોજ મોટો હોય છે. ત્યારે તંત્ર દ્વારા સિટીસ્કેન કે ખાનગી લેબોરેટરીમાં થતા પરીક્ષણોમાં પોઝિટિવ નોંધાતા લોકોનો આંક મેળવીને પણ પ્રકાશિત થાય તો લોકોમાં ભયના કારણે પણ માસ્ક કે‌ સોશિયલ ડિસ્ટન્સ અંગે જાગૃતિ આવી શકે.> ‌બ્રિજેશ તલાટી, જાગૃત નાગરિક

25 માર્ચથી 5 એપ્રિલ દાહોદ કોર્ટમાં કામકાજ બંધ રહેશે
દાહોદમાં સતત વધતા કોરોના કેસને લઈને દાહોદની કોર્ટમાં કામકાજ ઉપર અસર વર્તાતા દાહોદ જિલ્લાની કોર્ટમાં સતત પક્ષકારો અને વકીલોનો અવરજવર થતો હોઈ કોરોના સંક્રમણ વધવાની પુરી શક્યતા રહેલી છે ત્યારે તેની ચિંતા સેવી દાહોદ જિલ્લા બાર એસોશિયનની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ આગામી તા.25 માર્ચથી તા.5એપ્રિલના દિવસો દરમ્યાન આગર્હવાળી અર્જન્ટ મેટરો સિવાય વકીલોને કોઈ કેસ ચલાવવા કોર્ટે આગ્રહ કરવો નહીં તેવી વિનંતી જિલ્લા ન્યાયાધીશ અને તમામ રેવન્યુ અધિકારીઓને કરવામાં આવી છે. તો આ સાથે જે કેસો પેન્ડિંગ છે તેને પણ કોર્ટ જે તે સ્થિતિમાં યથાવત રાખીને જે તે ક્રિમિનલ કેસમાં આરોપીઓ ઉપર વોરંટ ન કાઢવા પણ વિનંતી કરાઇ છે.

સંજેલી નગરમાં કોરાેનાના કેસ આવતાં તંત્રની દોડધામ
દાહોદના સંજેલી નગરમાં ધીમે ધીમે કોરાનાના કેસ બહાર આવતા જાય છે. જોકે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંડલી પ્રા.આરોગ્ય કેન્દ્ર, સરોરી આરોગ્ય કેન્દ્રમાં તેમજ તાલુકામાં ડોર ટુ ડોર આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ કોરાનાની તપાસ તેમજ સર્વેની કામગીરી કરી રહ્યા છે. ત્યારે તેનાથી બચવા માટે સરકારની ગાઈડ લાઈન મુજબ જ લોકોને સાવચેતી ખુબજ રાખવી જ પડશે. હાલમાં 15 જેટલા કેસનો ઈલાજ ચાલી રહ્યો છે. એક તરફ સંજેલી નગરમાં કોરોનાના કેટલાક દર્દીઓ પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે. કોરાનાના કેસો વધી રહ્યા છે ત્યારે સેનિટાઇઝેશનની કામગીરી કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો