તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુક:દાહોદ ભાજપના હોદ્દેદારો સહિત પાલિકાના ચેરમેનોની નિયુક્તિમાં કોરોનાથી વિલંબ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 માસ અગાઉ જે તે હોદ્દેદારોના રાજીનામા લઇ લેવાયા હતા

દાહોદ શહેર સાથે તાલુકા તથા જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારોની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી નિમણુકો બાબતે ભાજપ બેડામાં ચર્ચા જન્મી છે. છ માસ અગાઉ 13 ફેબ્રુઆરીએ દાહોદ નગર પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે દાહોદ શહેર તથા તાલુકા અને જિલ્લા ભાજપના જે તે હોદ્દેદારોના રાજીનામાં લેવાયા હતા.ત્યારબાદ લાંબો સમયગાળાઓ સમાપ્ત થઇ ચુક્યો હોવા છતાંય કોઈ અકળ કારણોસર શહેર પ્રમુખ સહિતના જે તે હોદ્દાઓ હજુ સુધી ખાલી જ છે. ત્યારે આ નિમણુક ક્યારે કરવામાં આવશે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

દાહોદ ભાજપના જે તે હોદ્દેદારોએ 2 માર્ચે યોજિત ચૂંટણી પૂર્વે તા.13.2.’21 ના રોજ જ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારને પોતાના રાજીનામા આપી દીધા હતા. ત્યારથી જે તે હોદ્દે હાલમાં પણ કાર્યકારી હોદ્દેદારો જ ફરજ બજાવી રહ્યા છે ત્યારે હવે છ માસ બાદ આ હોદ્દાઓના કાયમી હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે. કોરોનાને કારણે આ નિયુક્તિમાં વિલંબ થયો હોવાનું અગ્રણીઓએ જણાવ્યુ હતું.

પાલિકામાં પણ ચેરમેનોની નિયુક્તિ પણ અટવાઇ
દાહોદ પાલિકામાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને પક્ષના નેતાના હોદ્દેદારોની નિયુક્તિ થયે પણ લગભગ ત્રણ માસ જેટલો સમયગાળો થઇ ચુક્યો છે ત્યારે હવે પાલિકામાં નગર વિકાસના વિવિધ કાર્યોની સુગમતા માટે પણ જે તે વિભાગોના ચેરમેનોની નિમણુક ક્યારે થશે અને કોણ, કયા વિભાગના ચેરમેન બનશે.

અન્ય સમાચારો પણ છે...