તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો ઘટતાં રાહત સાંપડી, 10 દિવસ બાદ ફરીવાર શૂન્ય કેસ નોંધાયો

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દાહોદ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા એકેય કેસ નોંધાયા ન હતા.દાહોદ જિલ્લામાં મંગળવારે Rtpcr ટેસ્ટના 1326 સેમ્પલો અને રેપીડના 556 સેમ્પલો મળી કુલ 1882 સેમ્પલોના તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતો. જિલ્લામાં સાજા થયેલા 7 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જેને લઈને મંગળવારે એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને માત્ર 34 જ થઈ જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે જૂન માસના પ્રથમ 8 દિવસમાં દાહોદ શહેરના 11 સહિત જિલ્લામાં નવા 27 કેસ નોંધાયા છે. જેમાં બે વખત શૂન્ય કેસ સાથે કોરોના સંક્રમણનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં ઘટતા લોકોમાં રાહતનું મોજું ફેલાયું છે. અને હવે કોરોના ધીમા પગલે વિદાય લઇ રહ્યો હોવાની ચર્ચાઓએ જન્મ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...